Not Set/ કોરોનાસંકટ/ નકલી ઇન્જેકશન બાદ નકલી સેનેટાઇઝરનો કાળો ખેલ

 ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. ત્યારે રાજ્યમાંલોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મારે કહેવત અનુસાર કોરોના સામેની લડાઈમાં અગત્યના એવા હથિયાર જેમકે ઈંજેકશન, દવા સેનેટાઇઝર વિગેરેના કાળા બજાર થતાં હતા. ત્યાં સુધી તો સમજાયું પરંતુ હવે આ બધી જ વસ્તુઓની ડુપ્લિકેટ ઉત્પાદન કરીને લાભ ખાટી લેવાની વૃતિ પણ ગુનાહખોર માનસિકતા ધરાવતા લોકોમાં જાગી […]

Gujarat Vadodara
da68bb648663069b6b9142913b39333e કોરોનાસંકટ/ નકલી ઇન્જેકશન બાદ નકલી સેનેટાઇઝરનો કાળો ખેલ
 ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. ત્યારે રાજ્યમાંલોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મારે કહેવત અનુસાર કોરોના સામેની લડાઈમાં અગત્યના એવા હથિયાર જેમકે ઈંજેકશન, દવા સેનેટાઇઝર વિગેરેના કાળા બજાર થતાં હતા. ત્યાં સુધી તો સમજાયું પરંતુ હવે આ બધી જ વસ્તુઓની ડુપ્લિકેટ ઉત્પાદન કરીને લાભ ખાટી લેવાની વૃતિ પણ ગુનાહખોર માનસિકતા ધરાવતા લોકોમાં જાગી છે.

હાલમાં જ ગુજરાતમાં મળી આવેલા નકલી ઈંજેકશન બાદ નકલી  વડોદરામાં નકલી સેનેટાઇઝરનો કાળો ખેલ જોવા મળ્યો છે. કોરોનાકાળમાં લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવતાં તત્વો સક્રિય બન્યા છે.  નકલી સેનેટાઇઝર બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં પોલીસે પડેલા દરોડામાં નકલી સેનેટાઇઝરનું કારખાનું ઝડપાયું છે. અભિલાષા પાસેનાં અંકુર રેસી કમ પ્લાઝામાં આવેલી દુકાનમાં આ નકલી સેનેટાઇઝરનું કારખાનું ચાલતું હતું. મેઘા કોસ્મેટિક્સ નામની દુકાનમાં પોલીસે છાપો માર્યો હતો. જ્યથી પોલીસે બેરલ, ડ્રમ, બોટલોનો વિગેરેનો જથ્થો જપ્ત કર્યો હતો. નકલી સેનેટાઇઝર બનાવી બ્રાન્ડેડ સેનેટાઇઝરનાં નામે પેકિંગ કરવામાં આવતું હતું. અંહી થી કુલ રૂ. 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સાથે સાથે પોલીસે અનિલ મિત્તલ નામનાં આરોપીની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.