Not Set/ કોરોનાના કહેર વચ્ચે સુરતમાં બદમાશો બન્યા બેખૌફ, એક સ્પાની માલિકીનને ચપ્પુ બતાવી ચલાવી લૂંટ

સુરતમાં ગુંદાગર્દીની વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક બદમાશોએ એક સ્પા સંચાલિત મહિલા સાથે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ચાકુ બતાવી લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, શહેરના સૌથી પોશ ગણાતા એવા વેસુ વીઆઈપી રોડ પર […]

Gujarat Surat
52e83d9d20a46ad8e9b5645b78330e1d કોરોનાના કહેર વચ્ચે સુરતમાં બદમાશો બન્યા બેખૌફ, એક સ્પાની માલિકીનને ચપ્પુ બતાવી ચલાવી લૂંટ

સુરતમાં ગુંદાગર્દીની વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક બદમાશોએ એક સ્પા સંચાલિત મહિલા સાથે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ચાકુ બતાવી લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના સૌથી પોશ ગણાતા એવા વેસુ વીઆઈપી રોડ પર આવેલા રૂંગટા શોપિંગ સેન્ટરમાં ન્યૂ જીમી સ્પાના સંચાલિકા મહિલા મધુ રામાનુજ જયસ્વાલ એકલા હતા ત્યારે કેટલાક બદમાશો સ્પામાં ધસી આવ્યા હતા. અને મહિલા સાથે બદસલૂકી કરી હતી. એટલું જ નહી. ચપ્પુની અણીએ મહિલાને બાનમાં લઇ, મહિલાને ડરાવી ધમકાવીને તેની પાસેથી મોબાઈલ ફોન તેમજ રોકડા 1100 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

આ મામલે પોલીસે માસ્ક પહેરીને આવેલા ચાર ઈમસોની CCTVના આધારે તપાસ શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.