Not Set/ કોરોના મહામારીનો મજાક ઉડાવનાર બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ Covid-19 પોઝિટિવ

બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોનાવાયરસથી સંક્રમિત થઇ ગયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ આ સમાચાર આપ્યા છે. મંગળવારે, બ્રાઝિલનાં રાષ્ટ્રપતિએ પોતે જાહેરાત કરી કે તેઓ કોરોનોવાયરસથી સંક્રમિત થઇ ગયા છે અને તેમનો પોઝિટિવ આવ્યો છે. જો કે આ સાથે તેમણે તે પણ કહ્યું કે તેઓ ‘એકદમ ઠીક‘ છે. આપને જણાવી દઇએ કે, વિશ્વમાં કોરોનાવાયરસથી સૌથી વધુ […]

World
fe47c34f2d99e1ddf57f68cc0300a87b કોરોના મહામારીનો મજાક ઉડાવનાર બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ Covid-19 પોઝિટિવ

બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોનાવાયરસથી સંક્રમિત થઇ ગયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ આ સમાચાર આપ્યા છે. મંગળવારે, બ્રાઝિલનાં રાષ્ટ્રપતિએ પોતે જાહેરાત કરી કે તેઓ કોરોનોવાયરસથી સંક્રમિત થઇ ગયા છે અને તેમનો પોઝિટિવ આવ્યો છે. જો કે આ સાથે તેમણે તે પણ કહ્યું કે તેઓ એકદમ ઠીકછે.

આપને જણાવી દઇએ કે, વિશ્વમાં કોરોનાવાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં બ્રાઝિલ બીજા ક્રમે છે. બ્રાઝિલમાં કોરોનાવાયરસ ચેપની સંખ્યા 16 લાખ 23 હજારથી વધુ છે, જ્યારે અત્યાર સુધીમાં 65 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. બ્રાઝિલમાં 4 લાખ 95 હજારથી વધુ સક્રિય કેસ જોવા મળી રહ્યા છે, જ્યારે 10 લાખથી વધુ લોકો સારવાર બાદ ઠીક પણ થયા છે.