Not Set/ કોરોના વચ્ચે કુદરતનાં કહેરથી ધરતી ધ્રૂજી ઉઠી, આ દેશમાં સુનામી અને ભૂકંપની આગાહી

વિશ્વનાં દિગ્ગજ કહેવાતા દેશો હાલમાં કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. ચાઇના, ઈરાન, ઇટાલી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોના વાયરસનાં કારણે ભયંકર વિનાશ સર્જાયો છે. કોરોના વાયરસથી અમેરિકામાં સૌથી વધુ કોહરામ મચી છે, આ વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 66 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ કોરોના વાયરસ રોગચાળાની વચ્ચે કેટલાક દેશો ‘કુદરતી આફત‘ થી પીડાતા […]

World
22be7f89abfc579bc2b8835edbf85154 કોરોના વચ્ચે કુદરતનાં કહેરથી ધરતી ધ્રૂજી ઉઠી, આ દેશમાં સુનામી અને ભૂકંપની આગાહી

વિશ્વનાં દિગ્ગજ કહેવાતા દેશો હાલમાં કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. ચાઇના, ઈરાન, ઇટાલી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોના વાયરસનાં કારણે ભયંકર વિનાશ સર્જાયો છે. કોરોના વાયરસથી અમેરિકામાં સૌથી વધુ કોહરામ મચી છે, આ વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 66 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ કોરોના વાયરસ રોગચાળાની વચ્ચે કેટલાક દેશો કુદરતી આફતથી પીડાતા જોવા મળી રહ્યા છે. શનિવારે, ક્રીટનાં ગ્રીક ટાપુનાં દક્ષિણમાં 6.6 ની તીવ્રતાનાં ભુકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા હતા.

774ec753fc2f844c13f1d8301ec1ef7b કોરોના વચ્ચે કુદરતનાં કહેરથી ધરતી ધ્રૂજી ઉઠી, આ દેશમાં સુનામી અને ભૂકંપની આગાહી

વળીડેઇલી સ્ટારએ યુરોપીયભૂમધ્યસાગરીય વિજ્ઞાનનાં યુરોપિયન સેન્ટરને ટાંકતા જણાવ્યું છે કે, 6.6 ની તીવ્રતાનાં ભૂકંપ પછી આ ટાપુ પર સુનામીની ચેતવણી આપવામાં આવી છે. અમેરિકન જિયોલોજીકલ સર્વિસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ભૂમધ્ય સમુદ્રમાં 17 કિલોમીટર (10.5 માઇલ) ની ઉંડાઈ પર હતું. અહીંનો સૌથી નજીકનો વસ્તી ધરાવતો વિસ્તાર, ઉત્તરમાં લગભગ 90 કિલોમીટર દૂર, નીયા અનાતોલી ગામ છે. સમાચાર એજન્સી એએનએ અનુસાર, ક્રીટનાં ઉત્તર કાંઠે સ્થિત ઇરાક્લિઓનાં મુખ્ય શહેરના લોકોએ કેટલાક સેકંડ સુધી આ ધરતીકંપનો અનુભવ કર્યો અને કેટલાક લોકો ગભરાઈને ઘરમાંથી બહાર આવી ગયા. આ ભૂકંપ સિવાય 4.8 અને 4.1 ની તીવ્રતાનાં બે વધુ ભૂકંપનાં આંચકા પણ અનુભવાયા હતા. ક્રીટ આઇલેન્ડ પર આવેલા ભૂકંપનાં બે મિનિટ પછી, આશરે 102 કિલોમીટર દૂર હેરાક્લિઓન અને લસ્સીથીમાં બે વાર ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 4.8 અને 4.1 માપવામાં આવી હતી. જોકે, હજી સુધી કોઈ જાન-માલનાં નુકસાનનાં સમાચાર નથી.

f68992de1d19f8c7e7b21254e32328a7 કોરોના વચ્ચે કુદરતનાં કહેરથી ધરતી ધ્રૂજી ઉઠી, આ દેશમાં સુનામી અને ભૂકંપની આગાહી

આપને જણાવી દઈએ કે, ગ્રીસ સૌથી વધુ ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાં સ્થિત છે અને દર વર્ષે અહીં સેંકડો ભૂકંપ આવે છે. અહીંનો સૌથી ભયંકર ભૂકંપ જૂલાઈ 2017 માં એજિયન સમુદ્રમાં કોસ ટાપુ પર આવ્યો હતો. 6.7 ની તીવ્રતાનાં આ ભૂકંપમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતા. વળી, તાજેતરનાં વર્ષોમાં સૌથી વિનાશક ભૂકંપ એંથેન્સ વિસ્તારમાં 1999 માં આવ્યો હતો, જ્યારે અહીં 143 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે શનિવારે ભૂકંપ ખૂબ જ જોરદાર હતો, પરંતુ વસ્તીવાળા વિસ્તારોથી દૂર હોવાને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. નોંધપાત્ર વાત એ છે કે, આ સમયે ઘણા દેશો કોરોના વાયરસ તેમજ પ્રકૃતિનાં કહેરથી પીડાઈ રહ્યા છે. 23 મી એપ્રિલે જાપાનની સરકારની પેનલે પણ ચેતવણી આપી હતી કે દેશમાં સુનામી અને ભૂકંપનાં મોટા પ્રમાણમાં આવી શકે છે. આ પહેલા 18 મી એપ્રિલે જાપાનમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો અને પ્રશાંત મહાસાગરનાં દક્ષિણ ભાગમાં આવેલા ભૂકંપ ટોક્યોથી પસાર થઈ ગયો હતો. તેમાં કોઈ નુકસાન થયુ હોવાના સમાચાર નથી. જાપાનની હવામાન એજન્સી કહે છે કે જાપાનનાં દક્ષિણમાં આવેલા ઓગાસાવારા આઇલેન્ડ પર ભૂકંપ આવ્યો હતો.

647b5730c2cbc1dfea75cb1435960e8b કોરોના વચ્ચે કુદરતનાં કહેરથી ધરતી ધ્રૂજી ઉઠી, આ દેશમાં સુનામી અને ભૂકંપની આગાહી

23 એપ્રિલનાં રોજ જારી કરાયેલ એક ચેતવણી અહેવાલમાં જણાવાયું છે કે એરિમો ટાઉનમાં સુનામી 90 મીટર ઉંચાઇ સુધી મોજા પેદા કરી શકે છે. જાપાન ટાઇમ્સનાં જણાવ્યા અનુસાર, આનાથી ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની હોલ્ડિંગ્સ ઇંકની માલિકીની ફુકિશિમામાં પરમાણુ પ્લાન્ટ ડૂબી શકે છે. આ પ્લાન્ટને 2011 ની સુનામીમાં પણ ખરાબ અસર થઈ હતી. સુનામી અને ભૂકંપે દેશને હચમચાવી મુક્યો છે. જાપાનનાં 16 રાજ્યોમાં, આના કારણે 10,872 લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 17,000 લોકો ગુમ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.