Not Set/ કોરોના સંકટ/ અનલોક બાદ પણ કચ્છમાં હોટલ વ્યવસાયમાં મંદીનો માહોલ

કોરોના મહામારીના કારણે 4 મહિના લોકડાઉન રહ્યા બાદ અનલોકનો પણ ચોથો તબક્કો ચાલી રહ્યો છે જોકે વેપાર ધંધાની ગાડી હજી પાટે ચડી નથી કચ્છમાં હોટલ વ્યવસાય ક્ષેત્રમાં 50 ટકા જ ધંધો જોવા મળી રહ્યો છે જેમાં પાર્સલ સર્વિસને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.  અનલોકમાં તમામ ધંધાને છૂટ આપવામાં આવી છે જેથી કચ્છમાં હોટલ અને રેસ્ટોરન્ટનો […]

Gujarat Others
5ea4edeae130ad523ed2145f4bb69970 કોરોના સંકટ/ અનલોક બાદ પણ કચ્છમાં હોટલ વ્યવસાયમાં મંદીનો માહોલ

કોરોના મહામારીના કારણે 4 મહિના લોકડાઉન રહ્યા બાદ અનલોકનો પણ ચોથો તબક્કો ચાલી રહ્યો છે જોકે વેપાર ધંધાની ગાડી હજી પાટે ચડી નથી કચ્છમાં હોટલ વ્યવસાય ક્ષેત્રમાં 50 ટકા જ ધંધો જોવા મળી રહ્યો છે જેમાં પાર્સલ સર્વિસને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.  અનલોકમાં તમામ ધંધાને છૂટ આપવામાં આવી છે જેથી કચ્છમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય પણ શરૂ થઈ ગયો છે જોકે હજી મંદી જોવા મળે છે ગ્રાહકોને સેનિટાઈઝ કરવા સાથે સ્ટાફ દ્વારા પણ કોવિડ ગાઈડલાઈનની અમલવારી કરવામાં આવે છે પણ લોકો હજી બહારે જમવાનું ટાળી રહ્યા છે.

ભુજમાં આવેલી વિરામ હોટલના સંચાલક સાત્ત્વિકદાન ગઢવીએ જણાવ્યું કે,હાલમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં 50 ટકા જેટલો જ ધંધો છે તેમાં પણ 25 ટકા ગ્રાહકો પાર્સલ સર્વિસને મહત્વ આપી રહ્યા છે જેથી પાર્સલ સેવાનું ચલણ વધ્યું છે લોકો હજી કોરોનાના ભયથી બહાર જવાનું ટાળે છે તેઓની વિરામ હોટલમાં ગ્રાહકને ટેમ્પરેચર માપયા બાદ પ્રવેશ અપાય છે બાદમાં ફૂલ બોડી સેનિટાઈઝ કરવામાં આવે છે સ્ટાફ પણ કોવિડ ગાઈડલાઈનની અમલવારી કરે છે જોકે જેવો જોઈએ તેવો ધંધો હાલમાં જોવા મળતો નથી તેવું ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.