Not Set/ કોરોના સંકટ/ એરલાઇન્સ કંપની ‘Lufthansa’ એ તેના 22 હજાર કર્મચારીઓની કરી છટણી

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પોતાનો કહેર બતાવ્યો છે. મોટી એરલાઇન્સ કંપનીઓ કે જેમની પાસે આજે તેમના કર્મચારીઓને આપવા વેતન નથી. ત્યારે વધુ એક એરલાઇન્સ કંપનીની આર્થિક હાલતને લઇને સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલ લુફથાંસા એરલાઇન્સે તેના 22 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. જર્મનીનાં […]

Business
97d979f89ae27f6c48c59a4bb4957f75 કોરોના સંકટ/ એરલાઇન્સ કંપની 'Lufthansa' એ તેના 22 હજાર કર્મચારીઓની કરી છટણી

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પોતાનો કહેર બતાવ્યો છે. મોટી એરલાઇન્સ કંપનીઓ કે જેમની પાસે આજે તેમના કર્મચારીઓને આપવા વેતન નથી. ત્યારે વધુ એક એરલાઇન્સ કંપનીની આર્થિક હાલતને લઇને સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલ લુફથાંસા એરલાઇન્સે તેના 22 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે.

a6b692bf80910e60330fbf674f64fc82 કોરોના સંકટ/ એરલાઇન્સ કંપની 'Lufthansa' એ તેના 22 હજાર કર્મચારીઓની કરી છટણી

જર્મનીનાં રાષ્ટ્રીય વાહક લુફથાંસાએ કહ્યું છે કે, આ ઉપરાંત કેટલીક નોકરીઓ જઇ શકે છે. કંપની વતી કહેવામાં આવ્યું છે કે બિઝનેસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, તેથી આ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ ઘણા કર્મચારીઓની પિઝિશન પણ ઘટાડી દીધી છે અને પગારમાં પણ ઘટાડો કર્યો છે. લુફથાંસા એરલાઇનમાં વિશ્વભરમાં 1,35,000 થી વધુ કર્મચારીઓ છે. જેમાંથી લગભગ અડધા જર્મનીમાં છે. એપ્રિલમાં, એરલાઇન્સે કહ્યું હતું કે, તે દર કલાકે રિઝર્વ લિક્વિડિટીથી આશરે એક મિલિયન યુરો ગુમાવી રહી છે.

9fc9ee5328627dc81bc0791f62b360c3 કોરોના સંકટ/ એરલાઇન્સ કંપની 'Lufthansa' એ તેના 22 હજાર કર્મચારીઓની કરી છટણી

કોરોના રોગચાળાને કારણે ઉડ્ડયન ક્ષેત્રને ભારે અસર થઈ છે. અત્યાર સુધીમાં આ ક્ષેત્રમાં હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને લાખો લોકો ઉપર ચિંતાના વાદળ છવાયા છે. તાજેતરમાં અમીરાત એરલાઇન્સે પોતાના સ્ટાફની છટણી કરી છે. ભારતમાં ઘણી એરલાઇન્સે પણ તેમના કર્મચારીઓને જબરદસ્તી રજા પર મોકલી દીધા છે. ઘણી એરલાઇન્સમાં પગાર પણ કાપવામાં આવ્યા છે. મે નાં અંતિમ સપ્તાહની શરૂઆતમાં, એવા અહેવાલ મળ્યા હતા કે વૈશ્વિક વિમાન ઉત્પાદક બોઇંગ 12 હજારથી વધુ લોકોની છટણી કરી રહી છે. કોવિડ-19 સંકટનાં કારણે મુસાફરી પ્રતિબંધોને કારણે ઉડ્ડયન ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. કંપની વધુ લોકોને નોકરીથી હાંકી કાઠી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.