Not Set/ એપ્રિલમાં કાર અને બાઇક સહિત વાહનોનું વેચાણ ઘટ્યુ

ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણમાં એપ્રિલ ૨૦૨૧ મહિનામાં ઘટાડો નોંધાયો છે. ટાટા મોટર્સનું સ્થાનિક બજારમાં વેચાણ ૩૯,૫૩૦ વાહનોનું કરવામાં આવ્યું છે. જ્યારે મારૂતી સુઝુકીના વાહનોના વેચાણમાં ચાર ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ટોયોટા કિર્લોસ્કર દ્વારા એપ્રિલ ૯૬૨૨ વાહનોનું વેચાણ કરાયું છે. મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડે એપ્રિલ ૨૦૨૧ મહિનામાં વાહનોનું વેચાણ ગત વર્ષના સમાન મહિનાના ૧,૬૭,૦૧૪ વાહનોની […]

Business
Untitled 35 એપ્રિલમાં કાર અને બાઇક સહિત વાહનોનું વેચાણ ઘટ્યુ

ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણમાં એપ્રિલ ૨૦૨૧ મહિનામાં ઘટાડો નોંધાયો છે. ટાટા મોટર્સનું સ્થાનિક બજારમાં વેચાણ ૩૯,૫૩૦ વાહનોનું કરવામાં આવ્યું છે. જ્યારે મારૂતી સુઝુકીના વાહનોના વેચાણમાં ચાર ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ટોયોટા કિર્લોસ્કર દ્વારા એપ્રિલ ૯૬૨૨ વાહનોનું વેચાણ કરાયું છે.

મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડે એપ્રિલ ૨૦૨૧ મહિનામાં વાહનોનું વેચાણ ગત વર્ષના સમાન મહિનાના ૧,૬૭,૦૧૪ વાહનોની તુલનાએ ચાર ટકા ઘટીને ૧,૫૯,૬૯૧ વાહનોનું કર્યું છે. કંપનીના આ વેચાણમાં નિકાસ અને સ્થાનિક વેચાણનો સમાવેશ છે.

કંપનીએ ગત વર્ષે એપ્રિલમાં સ્થાનિક બજારમાં લોકડાઉનના કારણે કોઈ વેચાણ કર્યું નહોતું. એપ્રિલ ૨૦૨૦થી કોવિડ-૧૯ના કારણે લોકડાઉન રહેતાં અને એપ્રિલ ૨૦૨૦માં ઝીરો વેચાણ થયું હતું.