Not Set/ ખેડાનાં ડાકોર-કપડવંજ રોડ પરથી પસાર થવું બન્યું પડકારજનક

@યોગેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – ખેડા  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરને કપડવંજ સાથે જોડતો સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે.જેમાં તાજેતરમાં થયેલા વરસાદને લઇને ઠેર ઠેર કિલોમીટરો સુધી મોટા ખાડાઓ પડી ગયા છે.જેને લઈ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પરથી પસાર થવુ વાહન ચાલકો માટે ત્રાસદાયક બન્યું છે.તંત્ર દ્વારા દેખાડા પૂરતી […]

Gujarat Others
96ff3ec36e99ca41b37bc65f8debfc77 ખેડાનાં ડાકોર-કપડવંજ રોડ પરથી પસાર થવું બન્યું પડકારજનક

@યોગેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – ખેડા 

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરને કપડવંજ સાથે જોડતો સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે.જેમાં તાજેતરમાં થયેલા વરસાદને લઇને ઠેર ઠેર કિલોમીટરો સુધી મોટા ખાડાઓ પડી ગયા છે.જેને લઈ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પરથી પસાર થવુ વાહન ચાલકો માટે ત્રાસદાયક બન્યું છે.તંત્ર દ્વારા દેખાડા પૂરતી કરાતી કામગીરીને લઇને લોકોમાં રોષ ફેલાયો છે.ત્યારે વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.

ઠેર ઠેર કિલોમીટરો સુધી પડેલા મોટા ખાડાઓ વચ્ચેના ઊબડખાબડ એવા ડાકોર કપડવંજ રોડ પરથી પસાર થવું જાણે પડકારજનક બન્યું છે.છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં રહેલા રોડની હાલત તાજેતરમાં થયેલા વરસાદને લઈને બદથી બદતર બની છે.આ રોડ પર હલેસા ખાતાં વાહનચાલકોને ગોકળગાયની ગતિથી પસાર થવું પડે છે.લાંબા અંતર સુધી અનેક ખાડાઓ વચ્ચેથી પસાર થવું વાહન ચાલકો માટે ભારે ત્રાસદાયક બની રહ્યું છે.

વાહનચાલકોને અકસ્માત થવાના તેમજ ઇજાગ્રસ્ત થવાના પણ અનેક બનાવો બન્યા છે.જેને લઈ રોડ પર અવરજવર કરવી વાહનચાલકો માટે જોખમી બની રહી છે.તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી સમારકામની કામગીરી કરવામાં આવે છે. જે થોડા દિવસ બાદ રોડની હાલત જેમની તેમ થઈ જાય છે. જેને લઈ લોકોમાં તંત્રની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે સતત ધમધમતા સ્ટેટ હાઇવે પર ભારવાહક વાહનો સહિત રોજિંદી ખૂબ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. જેને લઈ વહેલી તકે રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.