Not Set/ ગાંધીનગર/ શિવાનંદ ઝા નિવૃત્ત થયા બાદ રાજ્યનાં પોલીસ વડા બનવાની રેસમાં જાણો કોણ છે આગળ

  ગુજરાત રાજ્યનાં નવા પોલીસ વડાની નિમણૂક આગામી સમયમાં થવાની છે. હાલમાં ફરજ બજાવતા પોલીસ વડા શિવાનંદ ઝા આગામી 31 તારીખનાં રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. ત્યારે આવતા સમયમાં કોણ હશે પોલીસ વડા તેને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, ગુજરાત સરકાર દ્વારા પોલીસ વડાની નિમણૂક માટે અમુક નામોની યાદી તૈયાર […]

Gujarat Uncategorized
1fd6550a900cf09ca67f3c37652fb519 ગાંધીનગર/ શિવાનંદ ઝા નિવૃત્ત થયા બાદ રાજ્યનાં પોલીસ વડા બનવાની રેસમાં જાણો કોણ છે આગળ

 

ગુજરાત રાજ્યનાં નવા પોલીસ વડાની નિમણૂક આગામી સમયમાં થવાની છે. હાલમાં ફરજ બજાવતા પોલીસ વડા શિવાનંદ ઝા આગામી 31 તારીખનાં રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. ત્યારે આવતા સમયમાં કોણ હશે પોલીસ વડા તેને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાત સરકાર દ્વારા પોલીસ વડાની નિમણૂક માટે અમુક નામોની યાદી તૈયાર કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર લગભગ 13 નામોની યાદી સેન્ટ્રલ ગવર્નમેન્ટને મોકલવામાં આવી છે. જો કે રાજ્ય સરકારનાં આ નિર્ણયથી તાજેતરનાં પોલીસ વડા શિવાનંદ ઝા ને એક્સટેન્શન ન મળે તે નક્કી જ છે. રાજ્ય સરકાર દ્વારા 13 નામોની યાદી મોકલવામાં આવી છે, જેને કેન્દ્ર દ્વારા ગ્રીન સિગ્નલ મળે એટલે નવા પોલીસ વડાનું નામ જાહેર કરવામાં આવશે. સુત્રોની માનીએ તો સંભવિત 13 નામોની યાદીમાં કેશવ કુમાર, સંજય શ્રીવાસ્તવ, આશિષ ભાટિયા, વિકાસ સહાય, અતુલ કરવાલ, રાકેશ અસ્થાના, ટી.એસ.બિષ્ટ, એ.કે.શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં લોકડઉનનાં કારણે હાલનાં પોલીસ વડા શિવનંદ ઝા ને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યુ હતુ. જે બાદ હવે તેઓ આ મહિનાની અતિંમ તારીખે નિવૃત્ત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.