Not Set/ ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે મળી બેઠક

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વરસાદને પગલે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં વિજય રૂપાણીએ રાજ્યનાં  જિલ્લા-વિસ્તારોમાં વધુ વરસાદ થયો છે… ત્યાં પાણી ઓસર્યા બાદ ગંદકી ન થાય તે માટે સ્વચ્છતા ઝૂંબેશ અને દવા છંટકાવ માટે સૂચનાઓ આપી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે, વરસાદને પગલે મચ્છરજન્ય-તાવ-મલેરિયા […]

Uncategorized

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વરસાદને પગલે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં વિજય રૂપાણીએ રાજ્યનાં  જિલ્લા-વિસ્તારોમાં વધુ વરસાદ થયો છે… ત્યાં પાણી ઓસર્યા બાદ ગંદકી ન થાય તે માટે સ્વચ્છતા ઝૂંબેશ અને દવા છંટકાવ માટે સૂચનાઓ આપી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે, વરસાદને પગલે મચ્છરજન્ય-તાવ-મલેરિયા જેવો રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો રોગનિવારક દવાઓનું વિતરણ અને સર્વે કરી રોગ અટકાયત માટે પગલા ભરવા તાકીદ કરી હતી.મુખ્યમંત્રીએ બેઠકમાં સમીક્ષા કરતાં રાજ્યમાં વરસાદને કારણે થયેલા ૩૧ જેટલા માનવ મૃત્યુ તથા અંદાજે ૩૦૦ જેટલા પશુ મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ સહાય ચૂકવવાની જિલ્લાતંત્રોએ જે સર્તકતા-ત્વરિતતા દાખવી છે તેની પણ વિગતો મેળવી હતી. રાજ્યભરમાં શ્રીકાર વર્ષાને પગલે મોસમનો કુલ વરસાદ આ વર્ષે જુલાઇ માસના આરંભે જ ર૩.૮ર ટકા જેટલો થઇ ગયો છે….