Not Set/ ગેસ સિલિન્ડરો લેતી વખતે આ વસ્તુ પર કરો નજર, અન્યથા બની શકે છે જોખમ

ગેસ સિલિન્ડર લેતી વખતે આપણે એ ચોક્કસપણે તપાસ કરીએ છીએ કે ગેસ લીક ​​નથી, પરંતુ બીજી એક વસ્તુ છે જે તમારે ચકાસવાની જરૂર છે. દરેક સિલિન્ડર ઉપર એક ટેસ્ટિંગ ડેટ આપેલી હોય છે. આ ડેટ પછી તેનો ઉપયોગ કરવો તે ખતરનાક બની શકે છે. ઇન્ડિયન ઓઇલ કંપનીના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડર માટે કોઈ એક્સપાયરી ડેટ […]

Uncategorized
news23.06 ગેસ સિલિન્ડરો લેતી વખતે આ વસ્તુ પર કરો નજર, અન્યથા બની શકે છે જોખમ

ગેસ સિલિન્ડર લેતી વખતે આપણે એ ચોક્કસપણે તપાસ કરીએ છીએ કે ગેસ લીક ​​નથી, પરંતુ બીજી એક વસ્તુ છે જે તમારે ચકાસવાની જરૂર છે. દરેક સિલિન્ડર ઉપર એક ટેસ્ટિંગ ડેટ આપેલી હોય છે. આ ડેટ પછી તેનો ઉપયોગ કરવો તે ખતરનાક બની શકે છે. ઇન્ડિયન ઓઇલ કંપનીના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડર માટે કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી પણ એક ટેસ્ટિંગ ડેટ હોય છે જે સિલિન્ડરો પર લખાય છે અને કોઈ પણ તેને સરળતાથી જોઈ શકે છે. તમારી પાસે સિલિન્ડર આવે ત્યારે તેની ટેસ્ટ ડેટ એક્સપાયરી નથી થઈને તે ચકાસી લેવું જરૂરી છે. જે તમને તેના ઉપરના ભાગ ઉપર જોવા મળશે. અહીં તમને ક્વાર્ટર કોડ સાથે વર્ષ મળશે.

ઉદાહરણ તરીકે જો સિલિન્ડરની ટેસ્ટ ડેટ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે હોય અને 2017 માં હોય, તો તે સિલિન્ડર પર ‘A-17’ તરીકે લખવામાં આવશે. જો તમે કોઈપણ સિલિન્ડર પર ટેસ્ટિંગ ડેટ એક્સપાયરી થયેલી જુઓ છો અથવા તે થોડા દિવસોમાં એક્સપાયરી થશે એવું લાગતું હોય, તો પછી તેને ન લો. આવા સિલિન્ડર્સનો ઉપયોગ જોખમી બની શકે છે. આઇઓસીએલના જણાવ્યા મુજબ એવું બહુ ઓછુ જોવા મળતું હોય છે જ્યાં સિલિન્ડર ઉપર તમને કોઈ ટેસ્ટ ડેટ લખાયેલી ન જોવા મળે. કંપનીના જણાવ્યા મુજબ જ્યારે પણ કોઈ ખાલી સિલિન્ડર ફિલિંગ સ્ટેશન પર પહોંચે છે ત્યારે તે ડેટ સિલિન્ડર ઉપર તપાસવામાં આવે છે.