Not Set/ ગોંડલમાં એક દિવસમાં સામે આવ્યા અધધધ 41 કેસ, પાલિકાએ શરુ કર્યું શહેરીજનોનું હેલ્થ સ્ક્રીનિંગ

ગઈકાલે પોરબંદરના સાંસદ રમેશ ધડુકના પુત્ર નૈમિષ ધડુકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગોંડલમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, તો આજે ખુદ સાંસદ રમેશ ધડુક કોરોનાનાં શિકાર બન્યા છે. બીજી તરફ ગોંડલ શહેર તેમજ આજુબાજુના ગામોમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આજે એક જ દિવસમાં 41 કોરોના પોઝિટિવ કેસ સામે […]

Gujarat Rajkot
76b88da790c80766e85b45934c770d02 2 ગોંડલમાં એક દિવસમાં સામે આવ્યા અધધધ 41 કેસ, પાલિકાએ શરુ કર્યું શહેરીજનોનું હેલ્થ સ્ક્રીનિંગ

ગઈકાલે પોરબંદરના સાંસદ રમેશ ધડુકના પુત્ર નૈમિષ ધડુકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગોંડલમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, તો આજે ખુદ સાંસદ રમેશ ધડુક કોરોનાનાં શિકાર બન્યા છે. બીજી તરફ ગોંડલ શહેર તેમજ આજુબાજુના ગામોમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આજે એક જ દિવસમાં 41 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે ગોંડલમાં આજથી શહેરીજનોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગોંડલ આરોગ્ય વિભાગ દ્વારા 10 હજાર કરતાં વધુ ઘરમાં જઈને શહેરીજનોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આજ તર્જ પર અંદાજિત એક લાખ વીસ હજાર કરતાં વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આજથી શહેરના નગરપાલિકાના તમામ 18 વોર્ડમાં આરોગ્ય વિભાગની 55 કાર્યરત કરવામાં આવી છે. 

આપને જણાવી દઇએ કે ગોંડલમાં કોરોનાનાં અધધધ કેસ સામે આવી રહ્યા છે અને માટે જ રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં લોકોનું સ્ક્રીનિંગ હાથ ધરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ગોંડલના ડેપ્યુટી કલેકટર દ્વારા મિડીયાના માધ્યમથી આ માહિતી આપીને લોકોને ડ્રાઈવમાં સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews