Not Set/ ગોંડલામાં કોરોનાનો પગપેસારો, જાણો ક્યાંથી ઘૂસ્યો કાળમુખો; આ જ કારણ છે લોકડાઉનનો અમલ જરુરી છે

ગુજરાતમાં કોરોના ખૂણે ખાચરે પ્રસરી રહ્યો હોવાનું જોવામાં આવી રહ્યું છે. જી હા, ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમા અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે, જ્યા કોરોનાનો કોઇ પણ કેસ ન હતો ત્યાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. પહેલા જામનગર પછી દ્વારકા પછી જૂનાગઢ અને હવે ગોંડલમાં કોરોનાનો કેસ સામે આવ્યો છે. જો કે […]

Gujarat Rajkot
a736e908b003000b8045582a3b9cf8f5 ગોંડલામાં કોરોનાનો પગપેસારો, જાણો ક્યાંથી ઘૂસ્યો કાળમુખો; આ જ કારણ છે લોકડાઉનનો અમલ જરુરી છે

ગુજરાતમાં કોરોના ખૂણે ખાચરે પ્રસરી રહ્યો હોવાનું જોવામાં આવી રહ્યું છે. જી હા, ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમા અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે, જ્યા કોરોનાનો કોઇ પણ કેસ ન હતો ત્યાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. પહેલા જામનગર પછી દ્વારકા પછી જૂનાગઢ અને હવે ગોંડલમાં કોરોનાનો કેસ સામે આવ્યો છે. જો કે આ તમામ કેસ બીજા કોરોના ગ્રસ્ત જીલ્લામાંથી કોઇને કોઇ કારણે સ્થળાંતરીત થઇને આવેલા વ્યક્તિઓનાં કારણે છે. ત્યારે હવે લોકોએ આ તરફ પણ ધ્યાન આપવુ જોઇએ કે, કોરોનામાં લોકડાઉન અને સ્થળાંતર પર પ્રતિબંધનું મહત્વ શું છે. 

ગોંડલની વાત કરવામાં આવે તો ગોંડલમાં કોરોના સામેની લડાઇનાં ફ્રન્ટલાઇન વોરિયર ગણાતા સુરક્ષા કર્મીને કોરોના પોઝિટીવ આવ્યો છે. જી હા, મૂળ ગોંડલનાં અને અમદાવાદમાં અત્યાર સુધી ફરજ બજાવી રહેલા SRP જવાનનો કોરોના પોઝિટીવ આવ્યો છે. SRP જવાન પાછલા શનીવારે જ અમદાવાદથી ફરજ બજાવી પોતાનાં ઘરે ગોંડલ આવ્યા હતા. કોરોનાનાં પ્રથમ હરોળનાં યોદ્ધા જ્યારે પોતાની ફરજ પૂર્ણ કરી સ્થળાંતર કરવા માટે તૈયાર થાય છે, ત્યારે શું તેમની કે તેમના પરિવારની કોઇ સંભાળ કે ચિંતા કરવામાં નથી આવતી. આ મામલો સામે આવતા સરકારી તંત્ર અને ખાસ કરી કોરોનાનાં ફ્રન્ટલાઇન વોરિયર્સ મામલે સરકારની બે જવાબદારી સામે પણ આંગળી ઉઠે છે. અહી અનેક સવાલો ઉભા થાય છે કે, આપને રક્ષણ આપી રહેલા આ યોદ્ધાઓના રક્ષણનું કોઇ ધ્યાન પણ રાખી રહ્યા છે કે લોલમ લોલ ચાલી રહ્યું છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન