Not Set/ ચર્ચિત નલિયાકાંડની તપાસનો રિપોર્ટ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં કરાશે રજૂ

ગુજરાત રાજ્યમાં બનેલા સૌથી ચોંકાવાનાર અને હ્રદય કંપાવી દે તેવા નલિયા સેક્સ કાંડની તપાસનો રિપોર્ટ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે નલિયાકાંડની તપાસ માટે જસ્ટિસ દવે કમિશન રચાયુ હતુ. જસ્ટિસ દવે કમિશને વિસ્તૃત તપાસ બાદ તૈયાર કરેલો આ સમગ્ર રિપોર્ટ 2018માં જ ગૃહ વિભાગ પાસે આવી ગયો હતો. છતા કોઇ […]

Gujarat
assembly 2 ચર્ચિત નલિયાકાંડની તપાસનો રિપોર્ટ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં કરાશે રજૂ

ગુજરાત રાજ્યમાં બનેલા સૌથી ચોંકાવાનાર અને હ્રદય કંપાવી દે તેવા નલિયા સેક્સ કાંડની તપાસનો રિપોર્ટ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે નલિયાકાંડની તપાસ માટે જસ્ટિસ દવે કમિશન રચાયુ હતુ. જસ્ટિસ દવે કમિશને વિસ્તૃત તપાસ બાદ તૈયાર કરેલો આ સમગ્ર રિપોર્ટ 2018માં જ ગૃહ વિભાગ પાસે આવી ગયો હતો. છતા કોઇ કારણોસર ગૃહમાં રજૂ કરાયો નહતો. ત્યારે જસ્ટિસ દવે પંચનો આ અહેવાલ આજે ગૃહમાં રજૂ કરાશે. આ ચકચારી સેક્સ રેકેટમાં પીડિતાએ 35થી વધુ મહિલાઓને શિકાર બનાવવામાં આવ્યો હોવાના આરોપ લાગાવ્યા છે.

પીડિતાનાં આક્ષેપ અનુસાર સેક્સ રેકેટમાં કચ્છ ભાજપનાં સ્થાનિક આગેવાનો સહિત 65 વ્યક્તિઓ સામેલ હતા. આ શરમજનક કાંડ મામલે પોલીસે વિસ્તૃત તપાસનાં અંતે 140 લોકોનાં નિવેદનને નોંધીને અંદાજે 500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ફરિયાદી યુવતી મુજબ ઓગષ્ટ 2015માં અલગ-અલગ સ્થાનોએ અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા દુષ્કર્મ ગુજારવામા આવ્યુ હતુ. યુવતીનાં જણાવ્યા અનુસાર મુંબઇથી આ તે તેના માતાનાં ઘરે આવી ત્યારે તે નોકરી શોધી રહી હતી. દરમિયાન તેનો સંપર્ક નલિયાની એલપીજી ડિસ્ટ્રીબ્યુશન કંપની સાથે થયો, જેનુ સંચાલન ભાજપનાં કાર્યકર શાંતિલાલ સોલંકી કરતા હતા.

યુવતીનાં આરોપ મુજબ ઓગષ્ટ 2015માં શાંતિલાલ સોલંકીએ તેને સેલેરી લેવા માટે પોતાના ઘરે બોલાવી હતી, આરોપ મુજબ શાંતિલાલે ઠંડાપીણામાં કેફિન પદાર્થ પીવડાવીને તેને બેફાન કરી દેવામાં આવી હતી. જે બાદ બે વ્યક્તિઓ સહિત શાંતિલાલે યુવતી પર વારા ફરતી દુષ્કર્મ કર્યો હતો. તેટલુ જ નહી શાંતિલાલે આ યુવતીનો વિડિયો પણ બનાવ્યો હતો. તેના દ્વારા તે યુવતીને બ્લેકમેઇલ પણ કરતો હોવાનો યુવતીએ આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.