Not Set/ જાણો, કેમ અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી સંજય રાઉતને કહ્યું અમદાવાદનાં નાગરિકોની માફી માંગવા

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદથી બોલિવૂડ અને રાજકારણ ગરમાયું છે. અભિનેત્રી કંગના રનૌત એક તરફ તીક્ષ્ણ નિવેદનો આપી રહી છે અને બીજી તરફ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પર પ્રહાર થઈ રહ્યો છે. તાજેતરના નિવેદનમાં સંજય રાઉતે કહ્યું છે કે કંગના મહારાષ્ટ્રની માફી માંગી લે તો હું પણ માફી માંગવાનું વિચારી શકું છું. તેણે […]

Gujarat Others
ae250b95cae2b9f2de2b31722826a9a2 જાણો, કેમ અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી સંજય રાઉતને કહ્યું અમદાવાદનાં નાગરિકોની માફી માંગવા

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદથી બોલિવૂડ અને રાજકારણ ગરમાયું છે. અભિનેત્રી કંગના રનૌત એક તરફ તીક્ષ્ણ નિવેદનો આપી રહી છે અને બીજી તરફ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પર પ્રહાર થઈ રહ્યો છે. તાજેતરના નિવેદનમાં સંજય રાઉતે કહ્યું છે કે કંગના મહારાષ્ટ્રની માફી માંગી લે તો હું પણ માફી માંગવાનું વિચારી શકું છું. તેણે મુંબઈને મિની પાકિસ્તાન તરીકે ઓળખાવ્યો છે. શું તે અમદાવાદ વિશે આ કરી શકે?  

શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે અભિનેત્રી કંગના રનૌતને પડકારતા સમયે અમદાવાદ વિશે વિવાદીત ટીપ્પણી કરી છે. મહારાષ્ટ્રના સાંસદ સંજય રાઉતે અમદાવાદને પાકિસ્તાન સાથે સરખાવી દીધું. સંજય રાઉતના નિવેદન પર ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી સંજય રાઉતને અમદાવાદ નાગરિકની માફી માંગવા કહ્યું છે. 

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી લખ્યું- અમદાવાદ પરાક્રમી અને દાનવીરોની ભૂમિ છે. અમદાવાદ એ ગાંધી અને સરદારની ભૂમિ છે. અમદાવાદએ દધીચિ  જેમ ઋષિમુનિઓની ભૂમિ છે સંજયજી તમને આવી ભાષાનો ઉપયોગ કરતા શરમ આવવી જોઈએ તમારે અમદાવાદ નાગરિકોની માફી માંગવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.