Not Set/ જાણો કેમ કરવામાં આવ્યા નવાઝુદ્દીન સિદ્દીકીને હોમ ક્વોરન્ટાઇન…

બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી મુંબઇથી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના બુઢાના ખાતેના તેમના ઘરે પહોંચી ચુક્યા છે અને તેમના પરિવાર સાથે  14 દિવસ માટે તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવારના સભ્યોની તબીબી તપાસ કરવામાં આવી હતી, જેમાં તમામ રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી મહારાષ્ટ્ર સરકારનો પરવાનગી પત્ર લીધા પછી 15 […]

Uncategorized
c791e85c91d2bea04293b0d2f9eb8ffa જાણો કેમ કરવામાં આવ્યા નવાઝુદ્દીન સિદ્દીકીને હોમ ક્વોરન્ટાઇન...

બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી મુંબઇથી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના બુઢાના ખાતેના તેમના ઘરે પહોંચી ચુક્યા છે અને તેમના પરિવાર સાથે  14 દિવસ માટે તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવારના સભ્યોની તબીબી તપાસ કરવામાં આવી હતી, જેમાં તમામ રીપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Nawazuddin Siddiqui arrives in Budhana for Eid, placed under 14 ...

નવાઝુદ્દીન સિદ્દીકી મહારાષ્ટ્ર સરકારનો પરવાનગી પત્ર લીધા પછી 15 મેના રોજ તેમના ઘરે પહોંચ્યા છે. અહીં તેમને 25 મે સુધી ક્વોરન્ટાઇનમાં તેમના પરિવાર સાથે રહેવા કહેવામાં આવ્યું છે. બુઢાના નવાઝ પોતાની કારમાં મુંબઇથી આવ્યા હતા અને આ યાત્રામાં તેની માતા, ભાભી અને ભાઇ પણ તેમની સાથે હતા.

Bajrangi Bhaijaan actor Nawazuddin Siddiqui's father died ...

નવાઝુદ્દીન સિદ્દીકીએ પત્રકારોને જણાવ્યું કે તેમની મુસાફરી દરમિયાન તે રસ્તા પર 25 જગ્યાએ મેડિકલ સ્ક્રીનીંગમાંથી પસાર થયા છે. બુઢાના પોલીસ સર્કલના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએસઓ) કુશલપાલસિંહે જણાવ્યું કે આરોગ્ય વિભાગના જવાનોએ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરે મુલાકાત લીધી હતી અને તેમને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવા કહ્યું છે.

Entertainment news: Nawazuddin Siddiqui quarantined with family ...

બીજી તરફ, નવાઝુદ્દીન સિદ્દીકીના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે 22 મેના રોજ જી 5 પર ઘૂમકેતુમાં જોવા મળશે. પુષ્પેન્દ્ર નાથ મિશ્રા નિર્દેશિત આ ફિલ્મમાં ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને કલાકારો ઇલા અરૂણ, રઘુબીર યાદવ, રાગિની ખન્ના અને સ્વાનંદ કિરકિરે પણ જોવા મળશે. આ કોમેડી-ડ્રામામાં અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, સોનાક્ષી સિન્હા, ચિત્રાંગદા સિંહ અને ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણી પણ ખાસ ઉપસ્થિતમાં જોવા મળશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.