Not Set/ જાણો, શેફ ફિલ્મની સ્ટોરી માત્ર એક ક્લિક પર

શુક્રવારે દેશભરના થિયેટરો પર ચેફ ફિલ્મ રીલીઝ થઈ છે. આ ફિલ્મની સ્ટોરી વર્ષ 2014માં આવેલી અભિનેતા જોન ફેવરોની લોકપ્રિય અમેરિકી ફિલ્મ શેફ પર આધારિત છે. આ ફિલ્મમાં તેલુગુ, મલયાલમ, બંગાળી, કન્નડ અને તામિલ ફિલ્મોની અભિનેત્રી પદ્મ પ્રિયા સૈફ અલી ખાન મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાં શેફની જીંદગી બતાવવામાં આવી છે. જેમાં તે શ્રેષ્ઠ પિતા બનવાની […]

Top Stories Entertainment
maxresdefault 3 જાણો, શેફ ફિલ્મની સ્ટોરી માત્ર એક ક્લિક પર

શુક્રવારે દેશભરના થિયેટરો પર ચેફ ફિલ્મ રીલીઝ થઈ છે. આ ફિલ્મની સ્ટોરી વર્ષ 2014માં આવેલી અભિનેતા જોન ફેવરોની લોકપ્રિય અમેરિકી ફિલ્મ શેફ પર આધારિત છે. આ ફિલ્મમાં તેલુગુ, મલયાલમ, બંગાળી, કન્નડ અને તામિલ ફિલ્મોની અભિનેત્રી પદ્મ પ્રિયા સૈફ અલી ખાન મુખ્ય રોલમાં છે.

Untitled design 1 જાણો, શેફ ફિલ્મની સ્ટોરી માત્ર એક ક્લિક પર

આ ફિલ્મમાં શેફની જીંદગી બતાવવામાં આવી છે. જેમાં તે શ્રેષ્ઠ પિતા બનવાની સફરને દર્શાવે છે. આ ફિલ્મમાં પિતા અને પુત્રના સુંદર સંબંધોને દર્શાવવામા આવ્યો છે. આ ફિલ્મમાં રોશન કાલરા એટલે કે સૈફઅલી ખાન એક આંતરરાષ્ટ્રીય સ્તરનો શેફ છે. તે પોતાના પુત્ર સ્વર કાંબલે અને પત્ની રાધા એટલે પદ્મ પ્રિયા પોતાની જીંદગીમાં વ્યસ્ત છે. તે પોતાના પુત્રના અભ્યાસ માટે પૈસા મોકલીને તેની જવાબદારી નિભાવે છે, ત્યારબાદ તેને સમજ આવે છે કે માત્ર પૈસા જ બધું નથી. ત્યાર બાદ તે પોતાની નોકરી છોડીને તેના પુત્ર પાસે કોચી જાય છે અને ત્યા એક ડબલ ડેકર ફૂડ ટ્રેકને રેસ્ટોરાં બનાવે છે. આ ફિલ્મમાં તે સ્વાદિષ્ટ ખાવાના શોખીનો વચ્ચે લોકપ્રિય બની જાય છે. આ રીતે પુત્ર અને પત્ની સાથે સમય વ્યતિત કરે છે અને પોતાનો શોખ પણ પૂરો કરે છે