Not Set/ રાહુલ @ ગુજરાત વિધાનસભા ચૂંટણી

પોરબંદર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત તે સૌથી પહેલા દિલ્હીથી પોરબંદર સવારે 10 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરત સિંહ સોલંકી, તેમજ અર્જૂન મોઢવાડિયા દ્વારા તેમનું સ્વાગત […]

Top Stories
rahul gandhi gujarat rally રાહુલ @ ગુજરાત વિધાનસભા ચૂંટણી

પોરબંદર:

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત તે સૌથી પહેલા દિલ્હીથી પોરબંદર સવારે 10 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરત સિંહ સોલંકી, તેમજ અર્જૂન મોઢવાડિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી કિર્તી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. અને તે પછી તેમણે શ્રીનાથજી હવેલીના દર્શન પણ કર્યા હતા. સાથે જ તેમણે અહીંના માછીમાર ઇન્ડસ્ટ્રીઝ લોકો જોડે પણ મુલાકાત કરી હતી.