Not Set/ જાણો રાજકોટમાં કલેક્ટરેટનાં કયા ઉચ્ચ અધિકારીને કોરોના શિકાર બન્યા…

રાજકોટમાં કોરોના બેકાબુ જોવામાં આવી રહ્યો છે. સંક્રમણ અને મોત બનેમાં કોરોનાએ માજા મુકી છે. અધધધ નવા કેસ સામે આવી રહ્યા છે સાથે સાથે અધધધ લોકો કોરોનાનો કોળીયો થતા જોવામાં આવી રહ્યા છે. સરકારી ઓફિસો અને ઓફિસરો – કર્મચારીઓ તો રાજકોટમાં કોરોનાનાં હિટ લિસ્ટમાં હોય તેવી રીતે કોરોનાનો શિકાર બની રહ્યા છે. રાજકોટની લગભગ સરકારી […]

Gujarat Rajkot
5c7ab49a3bbd472c14a218ca815fc785 1 જાણો રાજકોટમાં કલેક્ટરેટનાં કયા ઉચ્ચ અધિકારીને કોરોના શિકાર બન્યા...

રાજકોટમાં કોરોના બેકાબુ જોવામાં આવી રહ્યો છે. સંક્રમણ અને મોત બનેમાં કોરોનાએ માજા મુકી છે. અધધધ નવા કેસ સામે આવી રહ્યા છે સાથે સાથે અધધધ લોકો કોરોનાનો કોળીયો થતા જોવામાં આવી રહ્યા છે. સરકારી ઓફિસો અને ઓફિસરો – કર્મચારીઓ તો રાજકોટમાં કોરોનાનાં હિટ લિસ્ટમાં હોય તેવી રીતે કોરોનાનો શિકાર બની રહ્યા છે. રાજકોટની લગભગ સરકારી કચેરીઓ પર કોરોનાએ કહેર વહેર્યો છે અને ફરી આવા જ કહેરની વિગતો સામે આવી છે. 

રાજકોટમાં વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોનાનો શિકાળ બન્યા છે. જી હા, રાજકોટ એડિશનલ કલેકટર મેહુલ દવેને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉલ્લખનીય છે કે એડિશનલ કલેકટર મેહુલ દવેને ખાસ રાજકોટ ખાતે કોરોના કંટ્રોલ કરવા માટે મુકવામાં આવ્યા હતા. મેહુલ દવે મહેસાણા DRDAનાં એડિ.કલેકટર છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી તેમની તબિયત લથડી હતી. અંતે રાજકોટ એડિશનલ કલેકટર મેહુલ દવેએ રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટ એડિશનલ કલેકટર મેહુલ દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વધુ ચિંતા જનક વાત તે પણ છે કે કોરોના સામે લડતા અધિકારીઓની સાથે સાથે તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. અને મેહુલ દવેનાં પત્ની પણ કોરોના પોઝિટિવ થયાં છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews