Not Set/ જાણો રાજકોટ ડેરીના ચેરમેન પર કિસાન સંઘનાં દિલીપ સખિયાએ શું લગાવ્યા પુરાવા સાથે આરોપ..?

રાજકોટમાં ભારતીય કિસાન સંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજી સંઘ પ્રમુખ દિલીપ સખિયા દ્વારા રાજકોટ ડેરી અંગે ખુલાસો કરવામાં આવતા ફરી એક વખત રાજકોટ ડેરીનો ઉકળતો વિવાદ ઉફાણા મારતી સ્થિતિએ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સંઘ પ્રમુખ દિલીપ સખિયા પૂર્વે જે આક્ષેપો કરવામા આવ્યા હતા તે આક્ષેપો મામલે પુરાવા સાથે દિલીપ સખિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.  માંડીને […]

Gujarat Rajkot
3ffc2ec3e58c60a43beb534dac4df039 જાણો રાજકોટ ડેરીના ચેરમેન પર કિસાન સંઘનાં દિલીપ સખિયાએ શું લગાવ્યા પુરાવા સાથે આરોપ..?

રાજકોટમાં ભારતીય કિસાન સંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજી સંઘ પ્રમુખ દિલીપ સખિયા દ્વારા રાજકોટ ડેરી અંગે ખુલાસો કરવામાં આવતા ફરી એક વખત રાજકોટ ડેરીનો ઉકળતો વિવાદ ઉફાણા મારતી સ્થિતિએ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સંઘ પ્રમુખ દિલીપ સખિયા પૂર્વે જે આક્ષેપો કરવામા આવ્યા હતા તે આક્ષેપો મામલે પુરાવા સાથે દિલીપ સખિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. 

માંડીને વાત કરવામાં આવે તો, રાજકોટ ડરીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ છેલ્લા 7 માસથી કિસાન સંધ મેદાને ઉતર્યું છે. રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા દ્વારા ખોટા આક્ષેપો કરતા હોવાના નિવેદન સામે આજે કિસાન સંધ દ્વારા 14 મુદાઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ સમગ્ર મામલે ડેરીનાં 7 પ્રેસ કોન્ફરન્સ દ્વારા અગાઉ મુખ્યમંત્રીને પણ રજુઆત કરી હિવાનું કિસાન સંધના પ્રમુખ દિલીપ સખીયા દ્વારા જણાવ્યું છે.

રાજકોટ ડેરી જાણે વિવાદોની હબ બની ગયું હોય તેમ એક બાદ એક વિગતો કિસાન સંધ સામે લાવી રહ્યું છે. ગોવિંદ રાણપરીયા દ્વારા જેટલા પણ અગાઉ નિવેદનો આપવામાં આવ્યા એને લઈને કિસાન સંઘ દ્વારા તમામ પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ડેરી દ્વારા પશુપાલકોને પૂરતા ભાવ ન અપાતા હોવાની વાતને લઈને મોરબી ડેરીના કાગળો લાગ્યા ત્યાં સુધી વાત કરવામાં આવી હતી.

મોરબી ડેરી જો ખેડૂતોને 745 રૂપિયા આપતી હોય તો રાજકોટ ડેરી 689 તેમાં અને ડેરી 361 લોકોની ભરતી કરી તવું કહ્યું છે તો 475 લોકોનો વીમો કેમ ઉતાર્યો છે તેને લઈને કાગળો રજુ કર્યા છે. ભરતીમાં તેના જ ગામના 22 લોકોની કરી તેના જ ભત્રીજા આશિષ કુમાર રાણપરીયાને આસીસ્ટન મેનેજરની પોસ્ટ આપવામાં આવી છે.

બેંકના લેવડ દેવદ તમામ કાર્યવાહી તેઓ કરે છે, તેનાજ સગામાં 28 લોકોની ભરતી કરી છે. તામામ નામ જોગ પુરાવા કિસાન સંધ દ્વારા રજુ કરાયા હતા. આ સાથે ડેરીના ચેરમેન સાથે ના સબંધો જાહેર કર્યા છે. જોકે કિસાન સંઘના આ પત્રકાર પરિસદ બાદ સંદેશ ન્યુઝ દ્વારા ગોવિંદ રાણપરીયાનો સપર્ક કર્યો હતો. જોકે સમગ્ર મામલે નિવેદન આપી દીધું હોવાનું કહીને પુરાવા અંગે કહેતા કેમેરા સામે કશું બોલવા ત્યાર નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews