Not Set/ જામનગરમાંં આફતની વરસા વચ્ચે NDRF ટીમોએ રાહત – બચાવ કર્યો કર્યા શરુ

ગઈકાલેથી જામનગર જિલ્લા પર વધુ એક કુદરતી આફત ઉતરી આવી. અનરાધાર વરસાદ વરસ્યો અને હાલ પણ ચાલુ જ છે. જિલ્લાના ૨૪ માંથી ૨૨ જળાશયો ઓવરફલો થયા હતા. તો બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકામાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જામનગર શહેરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જીલ્લામાં ભારે વરસાદનાં  પગલે […]

Gujarat Others
c7da62ff9471d2be0f7c3e23478f3152 જામનગરમાંં આફતની વરસા વચ્ચે NDRF ટીમોએ રાહત - બચાવ કર્યો કર્યા શરુ

ગઈકાલેથી જામનગર જિલ્લા પર વધુ એક કુદરતી આફત ઉતરી આવી. અનરાધાર વરસાદ વરસ્યો અને હાલ પણ ચાલુ જ છે. જિલ્લાના ૨૪ માંથી ૨૨ જળાશયો ઓવરફલો થયા હતા. તો બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકામાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જામનગર શહેરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

જીલ્લામાં ભારે વરસાદનાં  પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં કમર સમા પાણી ભરાયા હતા અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. જેને લઇને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો જામનગર માટે એક એનડીઆરએફની ટીમ છે. તે ફાળવી દેવામાં આવતા જ જોડિયા, ધ્રોલ સહિતના તાલુકાઓમાં ગઈકાલે એનડીઆરએફની ટીમ દ્વારા રાહત બચાવની કામગીરી અને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

જામનગર શહેરની પણ અનેક સોસાયટીઓમાં કમર સમા પાણી ભરાતા જ ફાયર વિભાગની ટીમ દ્વારા પણ રાહત બચાવની કામગીરી કરી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલ રાતથી માંડી અને આજે સવાર સુધી જામનગર જિલ્લામાં ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી અને મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે ફરી જનજીવન થાળે પડે તે તેવી આશા બંધાઈ છે. તો હવામાન વિભાગ દ્વારા પણ હજુ આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને પગલે જામનગર પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews