Not Set/ જામનગરમાં વધતું સંક્રમણ ચિંતાનો વિષય, ફરી સામે આવ્યા બે પોઝિટિવ કેસ

જામનગરમાં કોરોનાનો કહેર યથાવત નોંધવામાં આવી રહ્યો છે. પાછલા થોડા દિવસથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જીલ્લા વહિવટ તંત્ર અને મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે જામનગરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવી રહ્યા છે. જામનગરની સાધના કોલોની ખાતે રહેતા એક પુરૂષને  અને કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આપતા ફરી કોરોનાએ જામનગર તંત્રની ચિંતામાં વઘારો કર્યો […]

Gujarat Others
a8e56acb5ecc3b9ee25295087ee7e789 જામનગરમાં વધતું સંક્રમણ ચિંતાનો વિષય, ફરી સામે આવ્યા બે પોઝિટિવ કેસ

જામનગરમાં કોરોનાનો કહેર યથાવત નોંધવામાં આવી રહ્યો છે. પાછલા થોડા દિવસથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જીલ્લા વહિવટ તંત્ર અને મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે જામનગરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવી રહ્યા છે. જામનગરની સાધના કોલોની ખાતે રહેતા એક પુરૂષને  અને કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આપતા ફરી કોરોનાએ જામનગર તંત્રની ચિંતામાં વઘારો કર્યો છે. જામનગરમાં કોરોનાનાં વધતા સંક્રમણના કારમે અમુક વિસ્તારોમાં ફરી લોકડાઉનની સ્થિતિ લોકો દ્વારા સ્વયંભૂ રીતે જ અમલી કરવામાં આવી હતી. પરંતુ શહેરમાં લોકો કોરોના સામેની લડાઇમાં બેજવાબદારી સાથેનું વર્તન કરતા પણ નજરે ચડે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે હાલ પણ દેશ – દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે અને કોરોનાને બીલકુલ અણદેખો કરી શકાય તેમ નથી, કારણ કે કોરોના પોતાનો વિસ્તાર અને વસ્તાર વધારવાનો કોઇ પણ મોકો છોડતો નથી તે વાત વિદિત છે. ચેતતા રહો, પોતાની અને પાતાના પરીવારના સ્વાસ્થ્યની રક્ષા કાળજી લઇને રાખો, કોરોના માર્ગદર્શીકાનુ પાલન કરો અને કોરોનાને માત આપો આજ રસ્તો છે કોરોના સામેની લડાઇ જીતવાનો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews