Not Set/ ટીપે-ટીપે સરોવર ભરાય, બુટલેગરો પણ મારી રહ્યા છે નાની-નાની ટ્રીપો, નસવાડીમાં પડ્યા ખુલ્લા…

છોટાઉદેપુરનાં નસવાડી પોલીસને લોકડાઉન દરમ્યાન દારુની બદીને ડામવામાં સફળતા મળી છે.  જી હા નસવાડી પોલીસ દ્વારા વિદેશી દારુનો મોટો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. છાપેલ કાટલા જેવા બુટલેગરો દ્વારા નવી મોસ્ટ ઓપરેન્ડી અજમાવી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે પોલીસે નિષ્ફળ બનાવી બુટલેગરોને ઝેર કર્યા છે. નસવાડીમાં આવેલી નર્મદાની મુખ્ય નહેર ઉપરથી છકડામા દારૂ  લઈ જવાતો હતો […]

Gujarat Others
1a2c659eaae5cd36641480f2175bd067 1 ટીપે-ટીપે સરોવર ભરાય, બુટલેગરો પણ મારી રહ્યા છે નાની-નાની ટ્રીપો, નસવાડીમાં પડ્યા ખુલ્લા...

છોટાઉદેપુરનાં નસવાડી પોલીસને લોકડાઉન દરમ્યાન દારુની બદીને ડામવામાં સફળતા મળી છે.  જી હા નસવાડી પોલીસ દ્વારા વિદેશી દારુનો મોટો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. છાપેલ કાટલા જેવા બુટલેગરો દ્વારા નવી મોસ્ટ ઓપરેન્ડી અજમાવી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે પોલીસે નિષ્ફળ બનાવી બુટલેગરોને ઝેર કર્યા છે. નસવાડીમાં આવેલી નર્મદાની મુખ્ય નહેર ઉપરથી છકડામા દારૂ  લઈ જવાતો હતો જેથી કરીને લોકડાઉનમાં પોલીસને ચકમો આપી શકાય, પરંતુ પોલીસ દ્વારા પણ ફિલ્મી ઢબે કેનાલ ઉપરના સાંકડા રેડ પર પણ બુટલેગરોનો પીછો કરી તમામને ઝડપી લીઘા હતા. પોલીસ દ્વારા પીછો કરીને ઝડપવામાં આવેલ કુલ 204 બોટલ દારુ સાથે અન્ય મુદ્દામાલ મળી 107140નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે, સાંકડા રસ્તા અને કેનાલનો લાભ લઇ બુટલેગર ફરાર  થવામાં સફળ રહ્યા હતા. ત્યારે વાત ફક્ત આ જ ટ્રીપની નથી પણ આની પાછળ બુટલેગરો દ્વારા ટીપે ટીપે સરોવર ભરાયની નીતિ રાખી હોવાનું સામે આવી રહ્યું છે. આવી નીતિને કારણે પોલીસ દ્વારા પણ આ સરોવર ક્યાં ભરાયું છે તેની વઘુ તપાસ હાથ ઘરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….