Not Set/ ટી-20 મેચ પર સટ્ટો રમતા ત્રણ સટ્ટાખોરોને ઝડપી પાડ્યા, 2 લાખ કરતાં વધુ મુદ્દામાલ જપ્ત

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં પોલીસે બુધવારે રાત્રે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 મેચ પર સટ્ટો રમતા ત્રણ સટ્ટાખોરોને ઝડપી પાડ્યા છે.શહેરની મહિધરપુરા પોલીસની ટીમ પેટ્રોલીંગમા હતી, તે સમયે બાતમી મળી હતી કે, મહિધરપુરા વિસ્તારમાં કેટલાક સટ્ટાબાજો સટ્ટો રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે આરોપી કમલેશ સેવંતીલાલ દોશી, કલ્પેશ હસમુખભાઈ દિયોરા અને રાજુભાઈ મોહનભાઈ પટેલને […]

Top Stories
sruat ટી-20 મેચ પર સટ્ટો રમતા ત્રણ સટ્ટાખોરોને ઝડપી પાડ્યા, 2 લાખ કરતાં વધુ મુદ્દામાલ જપ્ત

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં પોલીસે બુધવારે રાત્રે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 મેચ પર સટ્ટો રમતા ત્રણ સટ્ટાખોરોને ઝડપી પાડ્યા છે.શહેરની મહિધરપુરા પોલીસની ટીમ પેટ્રોલીંગમા હતી, તે સમયે બાતમી મળી હતી કે, મહિધરપુરા વિસ્તારમાં કેટલાક સટ્ટાબાજો સટ્ટો રમાડી રહ્યા છે.

જે બાતમીના આધારે પોલીસે આરોપી કમલેશ સેવંતીલાલ દોશી, કલ્પેશ હસમુખભાઈ દિયોરા અને રાજુભાઈ મોહનભાઈ પટેલને બંદુગરાના નાકે લાલદરવાજા મોરલી રેસીડેન્સીના એક ફલેટમાંથી ઝડપી પાડ્યા હતા.

આ સટ્ટાખોરો આ ફ્લેટમાંથી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારે રાત્રે રમાયેલી ટી-20 ક્રિકેટ મેચ પર ગ્રાહકો સાથે સંપર્ક કરીને સટ્ટાબેટીંગનો જુગાર રમતા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા 83,200, 18 નંગ મોબાઈલ ફોન તથા સફેદ કલરની મોબાઈલ કનેકટેડ પેટી સહિતનો કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને સટોડીયાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.