Not Set/ તો શું પાકિસ્તાન થઇ જશે બરબાદ? 68 વર્ષોમાં પહેલીવાર આવી આ મુસિબત, જાણો

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે વિશ્વમાં મોટાભાગનાં દેશ આ વાયરસનાં કારણે લોકડાઉન જોઇ ચુકેલ છે. જેના કારણે અર્થવ્યવસ્થા પર મોટી અસર જોવા મળી છે. બીજી તરફ હવામાં વાતો કરી રહેલા પાકિસ્તાનનાં વડા પ્રધાન ઈમરાન ખાને ભારતનાં ગરીબોની મદદ કરવાની ઇચ્છા ધરાવી છે, જો કે આ વચ્ચે તેમના આર્થિક સલાહકાર ડો.અબ્દુલ હાફિઝ શેખે ઇમરાન ખાનને […]

World
3c41e1ac4f72812fb470a5dad4429bd5 તો શું પાકિસ્તાન થઇ જશે બરબાદ? 68 વર્ષોમાં પહેલીવાર આવી આ મુસિબત, જાણો

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે વિશ્વમાં મોટાભાગનાં દેશ આ વાયરસનાં કારણે લોકડાઉન જોઇ ચુકેલ છે. જેના કારણે અર્થવ્યવસ્થા પર મોટી અસર જોવા મળી છે. બીજી તરફ હવામાં વાતો કરી રહેલા પાકિસ્તાનનાં વડા પ્રધાન ઈમરાન ખાને ભારતનાં ગરીબોની મદદ કરવાની ઇચ્છા ધરાવી છે, જો કે આ વચ્ચે તેમના આર્થિક સલાહકાર ડો.અબ્દુલ હાફિઝ શેખે ઇમરાન ખાનને તેમના દેશની અર્થવ્યવસ્થા અંગે ચોંકાવનારી માહિતી આપી છે. અબ્દુલ હાફિઝ દ્વારા આર્થિક સર્વે બહાર પાડવામાં આવ્યો છે. આ સર્વેનાં પરિણામો ઇમરાન ખાન માટે ચોંકાવનારા છે.

પાકિસ્તાનનાં આર્થિક સર્વે અનુસાર પાકિસ્તાન પરનું દેવું દેશનાં જીડીપીનાં 88 ટકા જેટલુ થઈ ગયુ છે. એટલું જ નહીં, 68 વર્ષમાં પ્રથમ વખત દેશની અર્થવ્યવસ્થા 0.4 ટકા ઘટશે. જો કે, સર્વેથી અલગ પાકિસ્તાન માટે વર્લ્ડ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ તરફથી સારા સમાચાર આવ્યા છે. બંને સંસ્થાઓનાં જણાવ્યા મુજબ પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં 2.6 ટકાનો વિકાસ થશે. પાકિસ્તાનનું નાણાકીય વર્ષ જૂનમાં સમાપ્ત થઈ રહ્યું છે. શેખે આ નબળી સ્થિતિની જવાબદારી પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ઉપર નાખી દીધી છે. નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ એ 2013 થી 2018 સુધી દેશ પર શાસન કર્યું હતું.

રસપ્રદ વાત એ છે કે, ઇમરાન ખાન ટ્વિટર પર ભારતને મદદની ઓફર કરી રહ્યા હતા, પરંતુ તેઓ સરકારની ઇકોનોમી રિપોર્ટ કાર્ડને ટ્વીટ કરી શક્યા નહીં. ઈમરાન તરફથી ભારતને મદદની ઓફર કરવામાં આવી હતી. ઇમરાને એક રિપોર્ટનાં માધ્યમથી મદદરૂપ થવાનું ટ્વિટ કર્યું હતુ. ઇમરાન ખાને એક ન્યૂઝ લિંકને ટ્વિટ કરીને કહ્યું કે,’ આ અહેવાલ મુજબ, ભારતમાં 34 ટકા ઘરોમાં લોકો એક અઠવાડિયાથી વધુ સમય સુધી સહાય વિના જીવી શકશે નહીં. હું ભારતની મદદ અને ટ્રાન્સફર પ્રોગ્રામ શેર કરવા માટે તૈયાર છું. અમારા કેશ ટ્રાન્સફર પ્રોગ્રામની જનતા સુધી પહોંચ અને પારદર્શિતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.