Not Set/ દિલ્હી: ત્રણ વર્ષની માસુમ પુત્રી પર કર્યો સૌતેલા પિતાએ બળાત્કાર

દિલ્હીના એક માણસએ પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. આરોપીએ તેની ત્રણ વર્ષની સૌતેલી પુત્રી પર બળાત્કાર કર્યો  છે. આરોપીની પત્નીએ તેની સામે આ બાબતે કેસ દાખલ કર્યો છે. હવે પોલીસ આરોપીની શોધ કરી રહી છે. આ શરમજનક ઘટના દિલ્હીના નવા અશોક નગર વિસ્તારમાં ઘટેલી છે જ્યાં એક મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી કે […]

Uncategorized
news1912 દિલ્હી: ત્રણ વર્ષની માસુમ પુત્રી પર કર્યો સૌતેલા પિતાએ બળાત્કાર
દિલ્હીના એક માણસએ પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. આરોપીએ તેની ત્રણ વર્ષની સૌતેલી પુત્રી પર બળાત્કાર કર્યો  છે. આરોપીની પત્નીએ તેની સામે આ બાબતે કેસ દાખલ કર્યો છે. હવે પોલીસ આરોપીની શોધ કરી રહી છે. આ શરમજનક ઘટના દિલ્હીના નવા અશોક નગર વિસ્તારમાં ઘટેલી છે જ્યાં એક મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી કે તેમના પતિએ તેની ત્રણ વર્ષની પુત્રી પાર બળાત્કાર કર્યો  છે. પોલીસે છોકરીના નિવેદન અને માતાની ફરિયાદના આધારે આ કેસ નોંધ્યો છે.
માહિતી અનુસાર, ફરિયાદી મહિલાના આ બીજા લગ્ન છે. તેમના પ્રથમ લગ્ન તેમને ત્રણ વર્ષની પુત્રી છે. આ વર્ષની શરૂઆતમાં, તેને બીજ લગ્ન કર્યા હતા. મંગળવારે તે મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ તેની પુત્રી થોડા સમયથી ચૂપ રહેવા લાગી હતી. તેમણે કારણ સમજવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ છોકરીએ કશું કહ્યું ન હતું. આ દરમિયાન, 18 સપ્ટેમ્બરના રોજ, તેમના પતિને જયપુર જવાનું થયું. આ પછી તેની પુત્રી તેની સાથે હસી બોલીને વાતો કરવા લાગી હતી. જ્યારે મહિલાએ તેને આ વિષે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આરોપીએ તેના પર જાતીય સતામણી કરી છે. અને કોઈને તે કહેશે તો તેને સોયની પિન મારશે એવી ધમકી આપી હતી. છોકરીએ આ ડરના કારણે કોઈને કશું કહ્યું ન હતું.