Not Set/ દેવદિવાળીની સાથે કાર્તિકી પૂર્ણિમા અને ગુરુનાનક જયંતીનો સંયોગ

હિંદુ સમુદાયમાં સૌથી મોટા પર્વ ગણાતા દિવાળીની ઝાકમઝોળ હજુ દેખાઇ રહી છે.ત્યારે આજે દેવદિવાળીની ઉજવણી સાથે જ દિવાળી પર્વ વિધિવત રીતે સંપન્ન થઇ રહ્યો છે. દેવદિવાળીની સાથે કાર્તિકી પૂર્ણિમા અને ગુરુનાનક જયંતીના સંયોગની સાથે જ વિવિધ કાર્યક્રમોનો દૌર જામ્યો છે. દેવદિવાળીના દિવસે અન્ય દેવતાઓના કહેવાથી ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનું વધ કર્યુ હતુ તેના ઉલ્લાસ, ઉમંગમાં […]

Navratri 2022
kartik purnima દેવદિવાળીની સાથે કાર્તિકી પૂર્ણિમા અને ગુરુનાનક જયંતીનો સંયોગ

હિંદુ સમુદાયમાં સૌથી મોટા પર્વ ગણાતા દિવાળીની ઝાકમઝોળ હજુ દેખાઇ રહી છે.ત્યારે આજે દેવદિવાળીની ઉજવણી સાથે જ દિવાળી પર્વ વિધિવત રીતે સંપન્ન થઇ રહ્યો છે. દેવદિવાળીની સાથે કાર્તિકી પૂર્ણિમા અને ગુરુનાનક જયંતીના સંયોગની સાથે જ વિવિધ કાર્યક્રમોનો દૌર જામ્યો છે.

દેવદિવાળીના દિવસે અન્ય દેવતાઓના કહેવાથી ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનું વધ કર્યુ હતુ તેના ઉલ્લાસ, ઉમંગમાં દેવોએ દિવાળી જેવો પર્વ મનાવ્યો હતો. ત્યારથી તેને દેવદિવાળી નામ આપવામાં આવ્યું છે.

એક અન્ય પૌરાણિક કથા મુજબ, રાજઋષિ વિશ્વામિત્રએ ત્રિશંકુને પોતાના તપોબળથી સ્વર્ગમાં મોકલી દીધો હતો. પરંતુ સ્વર્ગના દેવતાઓએ તેને સ્વર્ગમાંથી તગેડી મૂક્યો હતો. દરમિયાન વિશ્વામિત્રએ પૃથ્વીલોક, પાતાળલોક અને સ્વર્ગલોક ત્રણેયથી ગુપ્ત એક નવી સૃષ્ટિ રચનાઓ આરંભ કરી દીધો હતો. આ સ્થિતિમાં ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો હતો.

દેવતાઓની પ્રાર્થનાથી ખુશ થઇ વિશ્વામિત્રએ ચોથો લોક બનાવવાનો વિચાર પડતો મૂક્યો હતો. તેને કારણે દેવતાઓએ દેવદિવાળી મનાવી હતી. દેવદિવાળી ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. તમામ મંદિરો, ગંગાજીના ઘાટ પર લાખો દીવા પ્રગટાવવામાં આવ્યા છે. જ્યા મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉટ્યું છે.