Not Set/ દેશનો યુવાન જોબ સિકર નહિ પરંતુ જોબ ક્રીએટર બનવો જોઈએ : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદના ૧૮૯૩ના શિકાગો વિશ્વ ધર્મ સંસદમાં આપેલા ભાષણના ૧૨૪ વર્ષ પૂર્ણ અને પંડિત દીનદલયાલ ઉપાધ્યાયના શતાબ્દી સમારોહના અવસર પર વિજ્ઞાન ભવનમાં યુવાનોને સંબોધિત કર્યાં હતાં. આજે દેશભરની યુનિવર્સિટી અને કોલેજોના વિદ્યાર્થીઓને સ્પીચ આપતા પીએમ મોદીએ દેશનો યુવાન જોબ સિકર નહિ પરંતુ જોબ ક્રીએટર બનવો જોઈએ એમ જણાવ્યું હતું. પીએમ મોદીના ભાષણની […]

India
દેશનો યુવાન જોબ સિકર નહિ પરંતુ જોબ ક્રીએટર બનવો જોઈએ : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદના ૧૮૯૩ના શિકાગો વિશ્વ ધર્મ સંસદમાં આપેલા ભાષણના ૧૨૪ વર્ષ પૂર્ણ અને પંડિત દીનદલયાલ ઉપાધ્યાયના શતાબ્દી સમારોહના અવસર પર વિજ્ઞાન ભવનમાં યુવાનોને સંબોધિત કર્યાં હતાં. આજે દેશભરની યુનિવર્સિટી અને કોલેજોના વિદ્યાર્થીઓને સ્પીચ આપતા પીએમ મોદીએ દેશનો યુવાન જોબ સિકર નહિ પરંતુ જોબ ક્રીએટર બનવો જોઈએ એમ જણાવ્યું હતું.

પીએમ મોદીના ભાષણની રસપ્રદ વાતો :

  • “શિકાગોમાં જ્યારે વિવેકાનંદે ‘બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ’ કહેલું તો ૨ મિનિટ સુધી તાળીઓ વાગી હતી. ત્યારે વિશ્વને જાણ જ ન હતી કે લેડીઝ એન્ડ જેન્ટલમેન સિવાય પણ કોઇ સંબોધન હોય છે. સ્વામી વિવેકાનંદે ત્યારે કહેલી વાતો આજે પણ આપણને ઊર્જા આપે છે.”
  • “શું દુનિયામાં કોઇએ વિચાર્યું છે કે કોઇએ આપેલા ભાષણના સવા સો વર્ષ ઊજવવામાં આવે? જો કોઇ સ્પીચના શબ્દો સવા સો વર્ષ પછી પણ એટલા જાગૃત હોય તો એ દેશની સંસ્કૃતિનો મહાન વારસો છે.
  • વિવેકાનંદે જે રામકૃષ્ણ મિશન શરૂ કર્યું હતું તેને ૨૦૨૨માં ૧૨૫ વર્ષ થશે, ભારતની આઝાદીને ૭૫ વર્ષ થશે. શું આપણે કોઈ સંકલ્પ લઈ શકીએ ખરા?
  • દેશનો જવાન જોબ સીકર નહીં જોબ ક્રિયેટર હોવો જોઈએ
  • સ્વામી વિવેકાનંદે નોલેજ અને જ્ઞાનને અલગ કર્યાં
  • મેક ઈન ઈન્ડિયાનો કેટલાક લોકો વિરોધ કરે છે પરંતુ જેને માલુમ હશે કે વિવેકાનંદજી અને જમશેદજી તાતાનો જે પત્રવ્યવહાર જોયો હશે તો ખબર પડશે કે તે સમયે ભારત ગુલામ હતું ત્યારે વિવેકાનંદ જમશેદજીને કહેતા હતા કે ભારતમાં ઉદ્યોગ લગાવો, મેક ઈન ઈન્ડિયા કરો. જમશેદજીના શબ્દો છે કે વિવેકાનંદજીના શબ્દોએ તેમને પ્રેરણા આપી.
  • ક્યારેક તો નિષ્ફળતા જ સફળતાનો રસ્તો બનાવે છે. પાણીમાં છલાંગ લગાવનાર ડુબવાની સાથે તરવાનું પણ શીખે છે જ્યારે કિનારે ઊભા રહેનારા લહેરો ગણતા રહે છે. કેટલાકમાં ફેલ જવાની ભીતિ હોય છે. દુનિયામાં કોઈ માણસ એવો છે જેણે નિષ્ફળતા મેળવ્યા વગર સફળતા મેળવી હોય.