National/ દેશમાં વેક્સિનેશનનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, જ્યાં તમામ ફ્રન્ટલાઈન કોવિડ વોરિયરને વેક્સિન આપવામાં આવી રહી છે, ગુરુવારે સાંજ સુધીમાં દેશમાં 44.50 લાખ લોકોને વેક્સિન અપાઈ । પોતાના કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતા માટે વિવાદિત ટિપ્પણી કરવાના આરોપસર જેલમાં રહેલાં કોમેડિયન મુન્નવર ફારૂકી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે | ઉત્તરપ્રદેશ વિધાન પરિષદમાં ચૂંટાયેલાં ભાજપના 10 અને સમાજવાદી પાર્ટીના 2 સભ્યોનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે, જ્યાં આ તમામ 12 સદસ્યો શપથ લેશે | ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલની બે ટીમ નક્કી કરનારી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનો આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે, ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે આજથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે | ક્રૂડ ઓઈલના સતત વધતા ભાવ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિશ્વને ચેતવ્યું છે કે વધતા ભાવ વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કરી શકે । ભારતમાં 2020માં ચાનું ઉત્પાદન ખુબ જ ઘટ્યું, જેના કારણે ચાની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો, ચાના ભાવ હજુપણ વધી શકે

Breaking News