Not Set/ દ્વારકા/ ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીમાં ભાવિકો ગેરહાજર

  ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની ભાવિકોની ગેર હાજરીમાં ઉજવણી કરવામાં આવશે. કોરોના સંક્રમણને લઈને જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને જન્માષ્ટમીના આગળ પાછળના ત્રણ દિવસ સુધી મંદિર બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. કરોડો ભાવિકોની જેની પ્રત્યેની આસ્થા જોડાયેલ છે તે ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવની દર […]

Navratri 2022
bcc67502091d8377055fa05f92796b09 દ્વારકા/ ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીમાં ભાવિકો ગેરહાજર
 

ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની ભાવિકોની ગેર હાજરીમાં ઉજવણી કરવામાં આવશે. કોરોના સંક્રમણને લઈને જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને જન્માષ્ટમીના આગળ પાછળના ત્રણ દિવસ સુધી મંદિર બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. કરોડો ભાવિકોની જેની પ્રત્યેની આસ્થા જોડાયેલ છે તે ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવની દર વર્ષે રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે.

d06a7b5d943fec1829c00158d50fad5c દ્વારકા/ ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીમાં ભાવિકો ગેરહાજર

આ વખતે કોરોના સંક્રમણને લઈને મંદિર ખૂલું રહેશે કે બંધ રહેશે એ ભાવિકોમાં ચર્ચા ચાલી રહી હતી.  ત્યારે આજે દ્વારકા કલેકટર દ્વારા સતાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.  અને આગામી તા. ૧૦/૮ થી ૧૩/૮/૨૦૨૦ સુધીના ગાળા દરમિયાન મંદિરને ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ફરજ પરના સરકારી કર્મચારીઓ અને પુજારીઓને છૂટ આપવામાં આવી છે. આ જાહેરનામાંને લઈને ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકાધીશનો જન્મોત્સવ ભાવિકોની ગેર હાજરીમાં ઉજવવામાં આવશે.

રહિમ ચાકી, મંતવ્ય ન્યૂઝ, દ્વારકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.