Not Set/ નશો નોતરે નાશ/ માતાને બચાવવા પુત્ર એ જ કર્યો નશેડી પિતા પર ખૂનીવાર

  રંગીલા રાજકોટમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે આ વખતે ત્યાં કોઈ અન્ય એ નહીં પરંતુ ખુદ સગા દીકરા એ કરી છે. રાજકોટ શહેરના થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા શિવાજી નગરમાં પુત્ર દ્વારા પિતા ની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે મૃતકના પુત્ર અજય મકવાણાએ જણાવ્યું હતું કે અમારા પિતા રાજુ મકવાણા […]

Gujarat Rajkot
219cee3af5e5f058c6d0108c980bfa2e નશો નોતરે નાશ/ માતાને બચાવવા પુત્ર એ જ કર્યો નશેડી પિતા પર ખૂનીવાર
 

રંગીલા રાજકોટમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે આ વખતે ત્યાં કોઈ અન્ય એ નહીં પરંતુ ખુદ સગા દીકરા એ કરી છે. રાજકોટ શહેરના થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા શિવાજી નગરમાં પુત્ર દ્વારા પિતા ની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે મૃતકના પુત્ર અજય મકવાણાએ જણાવ્યું હતું કે અમારા પિતા રાજુ મકવાણા અવારનવાર અમારી માતાને હેરાન-પરેશાન કરતા હતા દારૂ ગાંજા સહિતના નશીલા પદાર્થનો સેવન અમારા પિતા કરતા હતા.

ત્યારે આજે વહેલી સવારે પણ અમારા પિતા અમારી માતા સાથે બોલાચાલી તેમજ મારકૂટ કરી રહ્યા હતા આ સમયે અમારા પિતા છરી લઈ માતાને મારી નાખવા દોડ્યા હતા. આ સમયે મારા ભાઈ રોહિત મકવાણા એ મારા પિતા પાસે રહેલ છરી આંચકી પિતા ને જ છરીના ઘા ઝીંકી તેમની હત્યા નિપજાવી હતી. ત્યારે હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ મારા ભાઈ ની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપી બંને રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા રાજેશ મકવાણા દારૂ ગાંજા સહિતના નશાનો આદિ હોવાના કારણે અવારનવાર પૈસા બાબતે પોતાની પત્ની સાથે તેમજ પોતાના પુત્રો સાથે માથાકૂટ કરતો હતો જેથી ઘણા સમયથી ખુદ પરિવારના સભ્યો પણ રાજુ મકવાણા ના ત્રાસથી કંટાળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.