Not Set/ નેપાળે શરૂ કરી અવરચંડાઈ, નેપાળી પોલીસે બિહારનાં સીતામઢી બોર્ડર પર કરી ફાયરિંગ, 1 જવાન શહીદ

  ભારતમાં બિહાર-નેપાળ બોર્ડર પરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સીતામઢી સ્થિત ભારત-નેપાળ બોર્ડર પર નેપાળની પોલીસ તરફથી અંધાધૂધ ફાયરિંગ થઇ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરહદ પર નેપાળી પોલીસે ભારતીય પોલીસ પિકેટ્સ પર આડેધડ ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ […]

India
092d6cb7134a1d80a4261d4ee9cae33a 1 નેપાળે શરૂ કરી અવરચંડાઈ, નેપાળી પોલીસે બિહારનાં સીતામઢી બોર્ડર પર કરી ફાયરિંગ, 1 જવાન શહીદ
 

ભારતમાં બિહાર-નેપાળ બોર્ડર પરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સીતામઢી સ્થિત ભારત-નેપાળ બોર્ડર પર નેપાળની પોલીસ તરફથી અંધાધૂધ ફાયરિંગ થઇ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરહદ પર નેપાળી પોલીસે ભારતીય પોલીસ પિકેટ્સ પર આડેધડ ફાયરિંગ કર્યું છે.

આ ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને એકનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં હાલમાં વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે નેપાળ અને ભારત વચ્ચે નકશાને લઇને વિવાદ ચાલી રહ્યો છે અને નેપાળની સંસદમાં નવા નકશા માટે બંધારણમાં સુધારો કરનારા બિલને મંજૂરી આપવામાં આવી છે.

નોંધપાત્ર વાત એ છે કે ભારત અને નેપાળ વચ્ચે એક મહિનાથી પણ વધારે સમયથી તણાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ નેપાળે તેના દેશનો નવો નકશો કાઠ્યો હતો અને ભારતનાં ઉત્તરાખંડ રાજ્યમાં કાલાપાણી અને લિપુલેખને તેના ભાગ તરીકે ઓળખાવ્યો હતો. જેનો ભારત દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.