Not Set/ પાકિસ્તાનની બેવડીનીતિ..!! PM ઇમરાન ખાને આતંકી ઓસામા બિન લાદેનને ગણાવ્યો ‘શહીદ’

પાકિસ્તાને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય મંચ પરથી આતંકવાદ નાબૂદ કરવાની વાત કરી હતી. ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દેશની સંસદમાં પોતાના નિવેદનમાં અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને ‘શહીદ‘ ગણાવ્યા છે. એટલું જ નહીં, ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ સામેના યુદ્ધમાં અમેરિકાને ટેકો ન આપવો જોઇએ. પાકિસ્તાનના વડા પ્રધાનનું નિવેદન એવા સમયે આવ્યું છે […]

World
9c23f1f376a9012072a698c69f066cf9 પાકિસ્તાનની બેવડીનીતિ..!! PM ઇમરાન ખાને આતંકી ઓસામા બિન લાદેનને ગણાવ્યો 'શહીદ'

પાકિસ્તાને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય મંચ પરથી આતંકવાદ નાબૂદ કરવાની વાત કરી હતી. ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દેશની સંસદમાં પોતાના નિવેદનમાં અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને શહીદગણાવ્યા છે.

એટલું જ નહીં, ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ સામેના યુદ્ધમાં અમેરિકાને ટેકો ન આપવો જોઇએ. પાકિસ્તાનના વડા પ્રધાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ ચારે બાજુથી આતંકવાદીઓને આશરો આપવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.

ઇમરાન ખાને ગુરુવારે સંસદમાં કહ્યું હતું કે અમેરિકી સૈન્યએ પાકિસ્તાનમાં પ્રવેશી  અને લાદેનને શહીદકર્યો હતો. અમેરિકાના આ પગલા પછી આખી દુનિયાએ પાકિસ્તાનનું અપમાન કરવાનું શરૂ કર્યું. ખાને કહ્યું કે, અમેરિકાના આતંકવાદ સામેના યુદ્ધમાં પાકિસ્તાને તેના 70 હજાર લોકોને ગુમાવ્યા. તેમણે કહ્યું કે, આ ઘટનાને કારણે પાકિસ્તાનની બહાર રહેતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.