Not Set/ પાટણ/ સિદ્ધપુરને અછતગ્રસ્થ તાલુકાને સામેલ કરવાની ખેડૂતોની માંગ

 પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ સરકાર દ્વારા પાટણ જિલ્લાના 6 તાલુકાને અછતગ્રસ્થ માં સામેલ કરવામાં આવ્યા છે પરંતુ તેમાં સિદ્ધપુર તાલુકાને બાકાત રખાતા ધરતી પુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે અને સત્વરે સરકાર દ્વારા આ તાલુકાને અછત માં સામેલ કરી સર્વે હાથ ધરી પાક નુકસાની નું વળતર ચૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે […]

Gujarat Others
08babc27c7a988fb70150fa4a0eae10f પાટણ/ સિદ્ધપુરને અછતગ્રસ્થ તાલુકાને સામેલ કરવાની ખેડૂતોની માંગ

 પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ સરકાર દ્વારા પાટણ જિલ્લાના 6 તાલુકાને અછતગ્રસ્થ માં સામેલ કરવામાં આવ્યા છે પરંતુ તેમાં સિદ્ધપુર તાલુકાને બાકાત રખાતા ધરતી પુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે અને સત્વરે સરકાર દ્વારા આ તાલુકાને અછત માં સામેલ કરી સર્વે હાથ ધરી પાક નુકસાની નું વળતર ચૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે  આ વિસ્તારમાં ખેડૂતોએ મોંઘા ભાવ ના બિયારણો અને ખેડ કરી વિવિધ પાકો નું વાવેતર કર્યું પણ પાછોતરો વરસાદ ભારે પડવાને કારણે વાવેલ પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો અને તમામ વાવેતર કરેલો પાક સુકાઈ ગયો છે તેમ છતાં સરકાર દ્વારા સિદ્ધપુર, સરસ્વતી અને પાટણ તાલુકાને અછત માંથી બાકાત રખાતા જગતનો તાત ચિતાતુર જોવા મળી રહ્યો છે.

cdff6a09e9445174911bdf5b6cfb2bd2 પાટણ/ સિદ્ધપુરને અછતગ્રસ્થ તાલુકાને સામેલ કરવાની ખેડૂતોની માંગ

સિદ્ધપુર તાલુકામાં સિઝનનો 50 ઇંચ જેટલો વરસાદ ખાબકવા ને પગલે ખેતરોમાં ઘૂંટણ સમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને વાવેલ પાક બાજરી, કઠોળ , કપાસ , ઘાસ ચારો સહિત પાક પાણી માં ડૂબી જવા પામ્યો હતા જેને પગલે તમામ પાક નિષ્ફળ નીવડ્યો છે ખેડૂતોએ મોંઘા ભાવ ના બિયારણો , મોંઘી ખેડ  અને કાળી મજૂરી. કરી પાક વાવેતર કર્યું અને કુદરત કોપાય માન થતા આભ ફાટ્યું હોઈ તેવી સ્થિતિ નિર્માણ થતા ખેતરો માં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાથી તમામ પાક નિષ્ફળ નીવડ્યો છે તેમ છતાંય સરકાર દ્વારા તેને અછતગ્રસ્ત માંથી બાકાત રખાતા ધરતી પુત્રો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર દ્વારા સિદ્ધપુર તાલુકાને અછતગ્રસ્થ જાહેર કરી સત્વરે પાક નુક્સાનું નું વળતર ચૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે.

5315621d109f60695c9d1ebe9cf47dfb પાટણ/ સિદ્ધપુરને અછતગ્રસ્થ તાલુકાને સામેલ કરવાની ખેડૂતોની માંગ

સરકાર દ્વારા પાક નુક્સાનીનું વળતર ચૂકવામાં આવે તોજ ખેડૂત આગામી સીઝન નું વાવેતર કરી તેવી સ્થિતિ ખેડૂતો ની જોવા મળી રહી છે હાલ તો ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયેલ જોવા મળી રહ્યો છે ત્યારે જો આગામી સમય માં સરકાર દ્વારા સિદ્ધપુર તાલુકાને અછતગ્રસ્થ જાહેર નહિ કરે તો ખેડૂતો દ્વારા ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન ની ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત આપી ન્યાય મેળવી ને જ રહીસુ તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે…

આ બાબતે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે અમોએ સિદ્ધપુર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા વિધાનસભામાં પણ રજુવાત કરી હતી અને સરકાર ને વહેલી તકે નિર્ણય લેવા વિનંતી પણ કરી હતી પરંતુ હજુ સુધી આ સિદ્ધપુર તાલુકાને અસરગ્રસ્તમાં સમાવેશ કરવામાં ના આવતા આગામી સમયમાં સિદ્ધપુર તાલુકાના ખેડૂતોને સાથે રાખી ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews