Not Set/ પાલીતાણાનો શેત્રુંજી ડેમ – ઘારીનો ખોડિયાર ડેમ 90 ટકા ભરાયા, ઉપલેટાનાં મોજ ડેમના 7 દરવાજા ખોલાયા

 સૌરાષ્ટ્ર પર મેધો ઓળઘોળ હોય તેવી રીતે પ્રાપ્ત વરસાદી આંકડા પ્રમાણે સૌરાષ્ટ્રમાં સિઝનનો 122 ટકા વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. અત્ર તત્ર સર્વત્ર વરસાદનાં કારણે સૌરાષ્ટ્રાનાં આમ તો તમામ ડેમ પાણીએ હિંલોળા લઇ રહ્યા હોય તેવું નજરે આવી રહ્યું છે. અનેક નદીઓ હાલ બે કાંઠે ચાલી રહી છે અને ડેમો ભરાયા છે કે ભરાવવાની તૈયારીમાં […]

Gujarat Others
bec41e19cd064a62367344f2e43a3801 પાલીતાણાનો શેત્રુંજી ડેમ - ઘારીનો ખોડિયાર ડેમ 90 ટકા ભરાયા, ઉપલેટાનાં મોજ ડેમના 7 દરવાજા ખોલાયા

 સૌરાષ્ટ્ર પર મેધો ઓળઘોળ હોય તેવી રીતે પ્રાપ્ત વરસાદી આંકડા પ્રમાણે સૌરાષ્ટ્રમાં સિઝનનો 122 ટકા વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. અત્ર તત્ર સર્વત્ર વરસાદનાં કારણે સૌરાષ્ટ્રાનાં આમ તો તમામ ડેમ પાણીએ હિંલોળા લઇ રહ્યા હોય તેવું નજરે આવી રહ્યું છે. અનેક નદીઓ હાલ બે કાંઠે ચાલી રહી છે અને ડેમો ભરાયા છે કે ભરાવવાની તૈયારીમાં છે. ત્યારે સૌરાષ્ટ્રનાં સૌથી મોટા ડેમોમાંનો એક એવો ભાવનગર જીલ્લાનાં પાલીતાણામાં શેત્રુંજી નદી પર આવેલો શેત્રુંજી ડેમની તેની 32 ફૂટની સપાટી પર પહોંચી ગયો છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદથી પાણીની પુષ્કળ આવક થતા હાલ 25110 ક્યુસેક પાણીની આવકથી ડેમ 90% ભરાયો છે. આપને જણાવી દઇએ કે, શેત્રુંજી ડેમ 34 ફૂટે સપાટી પર ઓવરફ્લો થાય છે. 

બીજી તરફ અમરેલી જીલ્લાનાં ઘારી મુકામે શેત્રુંજી નદી સહિતની નાની મોટી ગીર જંગલની નદીઓનાં સંગમ પર બનેલો ખોડિયાર ડેમ પણ ભારે પાણીની આવકનાં કારણે 90 ટકા ભરાયો હોવાની વિગતો સામે આવી રહી છે. સતત વરસાદને પગલે ખોડિયાર ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક નોંધવામાં આવી રહી છે. 

પાણીની ભારે આવકનાં કારણે છલુછલું થઇ રહેલા ભાવનગરના શેત્રુંજી અને અમરેલીનાં ખોડિયાર ડેમનાં કારણે સમગ્ર પંથકમાં પાણીની સમસ્યા હલ થશે. આગામી દિવસમાં ઓવરફ્લો થવાની શક્યતા હોવાનાં કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કુલ મળીને 46થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટ વિસ્તારમાં અવર-જવર ન કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે. 

સૌરાષ્ટ્રનાં ઉપલેટામાં આવેલો મોજ ડેમ પહેલાથી જ ઓવરફ્લો થઇ ગયો હતો, ભારે પાણીની આવકનાં કારણે ડેમનાં 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે તમામ 7 દરવાજા 1 ફૂટ ખોલાયા હોવાનું સામે આવી રહ્યું છે. મોજ નદીના કાંઠાના 12 થી 15 ગામોને એલર્ટ કર્યા છે. ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની પુષ્કળ આવક નોંધવામાં આવી રહી છે. ડેમમાંથી પાણી છોડતા મોજ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા લોકોને સુચના આપવામાં આવી છે અને તમામ ડેમ પર તંત્ર સતર્કતા વરતી રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews