Not Set/ પિતા પુત્રીનો સંબંધ થયો શર્મસાર, ત્રણ વર્ષ સુધી નરાધમ સગા બાપે આચર્યું દુષ્કર્મ

ઉનામાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પિતાએ જ પોતાની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. પિતાએ સતત ત્રણ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાનો ભાંડો ફૂટ્યો ત્યારે ફૂટ્યો જ્યારે પીડિત દીકરીના પેટમાં દુ:ખાવો થતા તેને દવાખાને લઈ જવામાં […]

Gujarat Others
3803c8da545a337f68c115da6738f12d પિતા પુત્રીનો સંબંધ થયો શર્મસાર, ત્રણ વર્ષ સુધી નરાધમ સગા બાપે આચર્યું દુષ્કર્મ

ઉનામાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પિતાએ જ પોતાની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. પિતાએ સતત ત્રણ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાનો ભાંડો ફૂટ્યો ત્યારે ફૂટ્યો જ્યારે પીડિત દીકરીના પેટમાં દુ:ખાવો થતા તેને દવાખાને લઈ જવામાં આવી હતી.

આ મામલે મળતી માહિતી અનુસાર ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ભાચા ગામમાં રહેતા બધા બાંભણિયા નામના શખ્સે પોતાની સગી દીકરી પર દાનત બગાડી હતી. એટલું જ નહીં, દીકરી પર એકલતાનો લાભ લઈ નરાધમ ત્રણ ત્રણ વર્ષથી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. દીકરીને ડરાવી ધમકાવીને રાત્રીના સમયે ઘરની અંદર જ નરાધમ પિતા દુષ્કર્મ આચરતો હતો. તેમજ નરાધમ પિતાએ દીકરીને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. 

IMG 20200717 WA0049 પિતા પુત્રીનો સંબંધ થયો શર્મસાર, ત્રણ વર્ષ સુધી નરાધમ સગા બાપે આચર્યું દુષ્કર્મ

હાલ દીકરીની માતાએ નરાધમ બાપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્રણ વર્ષથી સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચરતો હોવાથી પુત્રીને 7 માસનો ગર્ભ રહી જતા મામલો ઉના પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેથી પોલીસે નરામધ પિતા બધા દુદા બાંભણીયાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.