વડોદરા,
ગુજરાતમાં ઘણા સમયથી મોટા પાયે વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવામાં મોખરાનું સ્થાન ધરાવતા લાલુ સિંધીની ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે અને 3 દિવસના પોલીસ કસ્ટડી ના રિમાન્ડ મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના ડોન મુકેશ હરજાણી મર્ડર કેસમાં પણ લાલુ સિંધીનું નામ ઉછળ્યું હતું અને હાલમાં જ આજવા રોડ સ્થિત ગોડાઉનમાં સ્ટેટ વિજિલન્સે રેડ કરી લાખોની મત્તાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
જેમાં લાલુ સિંધીના માણસો ઝડપાયા હતા અને ત્યારબાદ તેઓને વીઆઇપી ટ્રીટમેન્ટ આપતા બાપોદ પોલીસ મથકના પોલીસ કર્મીઓનો વિડીયો વાયરલ થયાં હતાં જેમાં પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.