Not Set/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, 80 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો ડીઝલનો ભાવ

દેશમાં સતત 19 માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતોમાં વધારો કર્યો છે. અહીં જોવા જેવી બાબત એ છે કે રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલને વટાવી ગઈ છે. છેલ્લા 19 દિવસમાં ડીઝલની કિંમતમાં લિટર દીઠ કુલ રૂ. 10.63 નો વધારો થયો છે અને પેટ્રોલ 8.66 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ […]

Business
375a723394368097dec04e8387b9b7a7 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, 80 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો ડીઝલનો ભાવ

દેશમાં સતત 19 માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતોમાં વધારો કર્યો છે. અહીં જોવા જેવી બાબત એ છે કે રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલને વટાવી ગઈ છે. છેલ્લા 19 દિવસમાં ડીઝલની કિંમતમાં લિટર દીઠ કુલ રૂ. 10.63 નો વધારો થયો છે અને પેટ્રોલ 8.66 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે.

ગુરુવારે પેટ્રોલનાં ભાવમાં 16 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 79.92 રૂપિયા હતી. વળી ડીઝલનાં ભાવમાં 14 પૈસાનો વધારો થયો છે, જેના કારણે રાજધાનીમાં ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.02 પૈસા થઈ છે.