Save Environment/ પર્યાવરણને બચાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અંદાજે 500 કરોડ પ્લાસ્ટિક બોટલોને કરશે Recycle

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિકની બોટલોની રિસાયક્લિંગ ક્ષમતા બમણી કરીને લગભગ 500 કરોડ પ્લાસ્ટિક બોટલોને રિસાયકલ કરવાની યોજના બનાવી છે.

Business
રિલાયન્સ

ભારતનાં સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર્યાવરણ બચાવવાની મહત્વની દિશામાં મોટું પગલું ભરવા જઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિકની બોટલોની રિસાયક્લિંગ ક્ષમતા બમણી કરીને લગભગ 500 કરોડ પ્લાસ્ટિક બોટલોને રિસાયકલ કરવાની યોજના બનાવી છે.

11 117 પર્યાવરણને બચાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અંદાજે 500 કરોડ પ્લાસ્ટિક બોટલોને કરશે Recycle

આ પણ વાંચો – સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીનાં આ કામ માટે પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ કંપની શ્રીચક્ર ઇકોટેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આંધ્રપ્રદેશમાં પ્લાસ્ટિક રિસાયક્લિંગ માટે નવો પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આંધ્રપ્રદેશનાં પ્લાન્ટમાં PET બોટલોને રિસાયકલ કરીને પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર (PSF) બનાવવામાં આવશે.

11 116 પર્યાવરણને બચાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અંદાજે 500 કરોડ પ્લાસ્ટિક બોટલોને કરશે Recycle

આ પણ વાંચો – મોટા સમાચાર / જલ્દી જ થઇ શકે છે પેટ્રોલનાં ભાવમાં ઘટાડો, જાણો શું છે કારણ

પ્લાન્ટમાં PSF-Recron GreenGold અને PET Flakes ની વોશ-લાઇન હોવાની પણ શક્યતા છે. આપને જણાવી દઈએ કે, કંપની દ્વારા Recron નાં બ્રાન્ડ નામ હેઠળ કપાસ જેવો ફાઈબર તૈયાર કરવામાં આવે છે. કંપનીની યોજના મુજબ, PET બોટલની રિસાયક્લિંગ ક્ષમતાને બમણાથી વધારે કરવાની રહેશે. ઉપરાંત, કંપનીનાં આ પગલાથી લગભગ 500 કરોડ PET બોટલ રિસાઈકલ કરવામાં આવશે.

રિલાયન્સ

આ પણ વાંચો – ડિજિટલ ચલણ / રિઝર્વ બેંકે શરૂ કરી Digital રૂપિયો રજૂ કરવાની તૈયારી; જાણો ખિસ્સામાં રાખેલા પૈસાથી કેવી રીતે અલગ હશે?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પ્લાસ્ટિકની બોટલોનાં રિસાઇકલિંગનાં આ કાર્ય સાથે, લોકોનાં ઉપયોગ બાદ ભારતમાં 90% થી વધુ પ્લાસ્ટિક પેટ બોટલનું રિસાયકલ કરવું શક્ય બનશે. આ પ્લાસ્ટિકને કચરામાં ફેંક્યા વિના તેના રિસાયક્લિંગને કારણે પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવામાં આવશે. રિસાયક્લિંગને કારણે પ્લાસ્ટિક કચરામાં સળગવામાં આવશે નહીં, કે નદીઓ અને તળાવોમાં ફેંકવામાં આવશે નહીં. આ હવા અને પાણીને સ્વચ્છ અને શુદ્ધ પણ રાખશે.

રિલાયન્સ

આ પણ વાંચો – મોંઘવારી ભથ્થું / હવે આ કર્મચારીઓને પણ મળશે DA માં વધારાનો લાભ, જાણો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં આ પગલાથી લોકોને આંધ્રપ્રદેશમાં સ્થાપવામાં આવનારા શ્રીચક્ર ઇકોટેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં નવા પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્લાન્ટમાં નોકરી મળશે, જેનાથી રોજગારી વધશે. આ સિવાય કંપનીનાં આ પગલાથી અન્ય કંપનીઓ પણ પ્રભાવિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, માત્ર પર્યાવરણ બચશે નહીં, પરંતુ રોજગારીની નવી તકોને પણ પ્રોત્સાહન મળશે. પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલિંગ કર્યા બાાદ પર્યાવરણમાં બદલાવ થતો પણ દેખવા મળશે.