Not Set/ પોર્ટુગલનાં જંગલોમાં લાગેલી ભીષણ આગ ત્રીજા દિવસે પણ બેકાબુ,ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીએ મદદનો હાથ લંબાવ્યો

પોર્ટુગલના જંગલોમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા માટે ત્રીજા દિવસે પણ સફળતા મળી ન હતી. લગભગ ૨૦૦૦ ફાયર ફાઈટર્સે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીને પોર્ટુગલને મદદ મોકલી છે. પોર્ટુગલના મધ્ય વિસ્તારના જંગલોમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં ૬૨ લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાય લોકો હજુય લાપતા છે. બચાવ ટૂકડીએ […]

Uncategorized

પોર્ટુગલના જંગલોમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા માટે ત્રીજા દિવસે પણ સફળતા મળી ન હતી. લગભગ ૨૦૦૦ ફાયર ફાઈટર્સે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીને પોર્ટુગલને મદદ મોકલી છે.

પોર્ટુગલના મધ્ય વિસ્તારના જંગલોમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં ૬૨ લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાય લોકો હજુય લાપતા છે. બચાવ ટૂકડીએ લાપતા લોકોની ભાળ મેળવવાની કોશિશ શરૃ કરી હતી. દરમિયાન ૨૦૦૦ જેટલા ફાયર ફાઈટર્સ આગને કાબુમાં લેવા માટે કામે લાગ્યા છે. રાત-દિવસ એક કરીને આગ કાબુમાં લેવા મથતા ફાયર ફાઈટર્સને ધારી સફળતા મળી નથી.