Not Set/ પોલીસની દબંગગીરી, ત્રણ ઈસમોને બેફામ ફટકારાતો વિડીયો થયો વાયરલ

સુરત, સુરત પોલીસનો દબંગગીરી કરતો વધુ એક વિડીયો થયો છે. મોડી રાત્રીનો આ વિડીયો છે. જેમાં પોલીસ ત્રણ ઇસમોને બેફામ રીતે ફટકારતી નજરે પડી રહી છે. આ વિડીયોમાં ઉંધના વિસ્તારનો છે. ઉંધના પોલીસ દ્વારા ત્રણ ઇસમને ઢોર મારમારવામાં આવ્યો હતો. વિડીયોમાં તમે જોઇ શકો છે કે રક્ષક જ બની ગયા છે અને કાયદો ઘોળીને પી […]

Top Stories
sachin 1 પોલીસની દબંગગીરી, ત્રણ ઈસમોને બેફામ ફટકારાતો વિડીયો થયો વાયરલ

સુરત,

સુરત પોલીસનો દબંગગીરી કરતો વધુ એક વિડીયો થયો છે. મોડી રાત્રીનો આ વિડીયો છે. જેમાં પોલીસ ત્રણ ઇસમોને બેફામ રીતે ફટકારતી નજરે પડી રહી છે. આ વિડીયોમાં ઉંધના વિસ્તારનો છે. ઉંધના પોલીસ દ્વારા ત્રણ ઇસમને ઢોર મારમારવામાં આવ્યો હતો. વિડીયોમાં તમે જોઇ શકો છે કે રક્ષક જ બની ગયા છે અને કાયદો ઘોળીને પી ગયા છે.

કાયદો ઘોળીને પી ગયેલા આ પોલીસકર્મી એક ઇસમને ઢોર માર મારી રહ્યા છે. જો કે પોલીસને મારતાં ફાવે તે માટે અન્ય બે પોલીસકર્મીએ ઇસમને પકડી પણ રાખ્યો છે. પોલીસકર્મી આ ઇસમને એક નહીં બે નહીં,,,પરંતુ 9 લાકડીઓ પગના ભાગે મારી રહ્યા છે. આ પોલીસકર્મી આટલે ન અટક્યા અને આ ઇસમનું બાઇક પણ તોડી નાખ્યું. પોલીસના આ પ્રકારના વર્તનથી લોકોમાં એ પ્રશ્ન ઉભો થયો છે કે આ પોલીસ છે કે પછી માથાભારે તત્વો. તો હવે સ્થાનિકોએ પોલીસકર્મીના આ પ્રકારના વર્તનથી ફીટકારની લાગણી વરસાવી દીધી છે.

તો શું આ બેફામ રીતે માર મારતાં પોલીસકર્મી સામે કોઇ પ્રકારના પગલા લેવામાં આવશે કે પછી તેમને છાવરવામાં આવશે તે જોવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં દિવસને દિવસે ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. ક્યાંક દેહવ્યાપર ધમધમતો હોય, તો ક્યાંક દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય . પોલીસ આ આરોપીને પકડવાની જગ્યાએ સ્થાનિકો પર લાકડીઓ વરસાવીને ગુસ્સો ઉતારતી હોય તેમ લાગી રહ્યું છે.