Not Set/ ફેસબુક CEO જકરબર્ગે કહ્યું, સોશિયલ મીડિયાનો ઉપોગ PM મોદી પાસેથી શીખો

નવી દિલ્હીઃ ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઇઓ માર્ક જકરબર્ગે ફેસબુક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટમાં જકરબર્ગે વૈશ્વિક સમુદાયનો નિર્માણ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. માર્ક જકરબર્ગે જણાવ્યું હતુ કે, આજકાલ લોકો ચૂંટણી પુરી થયા બાદ પણ પોતાના નેતા સાથે વિવિધ મુદ્દા અને રજબરોજની જરૂરતો સાથે જોડાયેલા રહે છે. જકરબર્ગે એ પણ […]

India World
modi zuk ફેસબુક CEO જકરબર્ગે કહ્યું, સોશિયલ મીડિયાનો ઉપોગ PM મોદી પાસેથી શીખો

નવી દિલ્હીઃ ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઇઓ માર્ક જકરબર્ગે ફેસબુક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટમાં જકરબર્ગે વૈશ્વિક સમુદાયનો નિર્માણ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા.

માર્ક જકરબર્ગે જણાવ્યું હતુ કે, આજકાલ લોકો ચૂંટણી પુરી થયા બાદ પણ પોતાના નેતા સાથે વિવિધ મુદ્દા અને રજબરોજની જરૂરતો સાથે જોડાયેલા રહે છે. જકરબર્ગે એ પણ જણાવ્યું હતું કે, કેવી રીતે સોશિયલ મીડિયા જનતાને તેમના ચૂટેલા નેતા સાથે સીધા સંપર્કમાં રહેવામાં મદદ કરે છે. આનાથી આગળ માર્ક  નરેદ્ર મોદીનુ ઉદાહરણ આપતા લેખે છે કે, પ્રધાનમંત્રી પોતાના મંત્રીઓને ફેસબુક પર જાણકારી શેર કરાવાની સલાહ આપે છે. જેથી તેનાથી લોકોનો ફિડબેક મળી શકે.

માર્ક જકરબર્ગ દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટમાં તેમણે વૈશ્વિક રાજનીતિ વિશે પણ લખ્યું છે. અને તે દરમિયાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો છે. જકરબર્ગે કેનિયાના એક ગામનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે, કેનિયામાં એક ગામ વ્હોટ્સએપ ગ્રુપથી જોડાયેલો છે. જેમા તેમના પ્રતિનિધીનો પણ સમાવેશ થાય છે.  હાલમાં સમગ્ર દુનિયામાં કરવામાં આવેલા પ્રચારમાં ભારતથી લઇને ઇન્ડોનેશિયા અને યુરોપતી લઇને યૂનાઇટેડ સ્ટેટ સુધી કૈન્ડિડેટ્સને અમે જીતતા જોયા છે જેણે ફેસબુક પર સૌથી વધુ જોડાયેલા રહ્યા છે.