Not Set/ બેકાબુ કોરોનાનાં મામલે સૌરાષ્ટ્રનાં કોંગી MLA વસોયા અને કગથરાએ લીધી જ્યંતિ રવીની મુલાકાત

રાજકોટમાં કોરોના કેસોમાં સતત વધારો જઇ રહ્યો છે અને વિસ્ફોટક સ્થિતિમાં જોવામાં આવી રહેલ કોરોનાનાં આજે બપોર સુધીમાં વધુ 45 નવા કેસ સામે આવી ગયા છે. રાજકોટમાં કોરોના કેસોમાં સતત વધારો જઇ રહ્યો છે તો સામે મોતની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો જોવામાં આવે છે. કોરોનાનાં કહેરનાં કારણે રાજ્યનાં આરોગ્ય સચિવ જયંતિ રવિ છેલ્લા પાંચ દિવસથી રાજકોટમાં ધામા નાખી […]

Gujarat Rajkot
a26f2c0091dd4c37a3efa144e8801895 બેકાબુ કોરોનાનાં મામલે સૌરાષ્ટ્રનાં કોંગી MLA વસોયા અને કગથરાએ લીધી જ્યંતિ રવીની મુલાકાત

રાજકોટમાં કોરોના કેસોમાં સતત વધારો જઇ રહ્યો છે અને વિસ્ફોટક સ્થિતિમાં જોવામાં આવી રહેલ કોરોનાનાં આજે બપોર સુધીમાં વધુ 45 નવા કેસ સામે આવી ગયા છે. રાજકોટમાં કોરોના કેસોમાં સતત વધારો જઇ રહ્યો છે તો સામે મોતની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો જોવામાં આવે છે. કોરોનાનાં કહેરનાં કારણે રાજ્યનાં આરોગ્ય સચિવ જયંતિ રવિ છેલ્લા પાંચ દિવસથી રાજકોટમાં ધામા નાખી બેઠા છે.  

કોરોનાનાં કારણે રાજકોટમાં નોંધવામાં આવી રહેલા અધધધ મોતનાં કારણે રાજકોટનાં સમશાન ગૃહમાં અંતિમ વિધિ માટે લાંબી લાઇનોની સ્થિતિ સર્જાય હોવાનાં અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર કોંગ્રેસ ધારાસભ્યોની પ્રતિક્રિયા સામે આવી છે. કોરોનાથી મોતના આંકડા પર પોતાની પ્રતિક્રિયા આપતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરાએ ચિંતા વ્યક્ત કરી છે.   

કોરોનાનાં કહેર મામલે કોંગ્રેસ MLAએ ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે મુલાકાત પણ યોજી હતી. લલિત વસોયા અને લલિત કગથરાએ પોતાની મુલાકાતમાં કોરોનાનાં વધતા કેસ અંગે અગ્રસચિવને રજૂઆત કરી હતી. મુલાકાતી બેઠક સમયે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન પણ જયંતિ રવિ સાથે હાજર રહ્યા હતા.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews