Not Set/ ભાજપમાં ભૂકંપ/  રાજકોટ ખાતે કોર્પોરેટર સહિત અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

  ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.  ભાજપના એક કોર્પોરેટર સહિત અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં ભાજપના આગેવાનો જોડાયા.  નોધનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકાની ચુંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. આજે […]

Gujarat Rajkot
0fb4eb90032721b61a6c0ad65f157946 ભાજપમાં ભૂકંપ/  રાજકોટ ખાતે કોર્પોરેટર સહિત અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
 

ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.  ભાજપના એક કોર્પોરેટર સહિત અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં ભાજપના આગેવાનો જોડાયા. 

નોધનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકાની ચુંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. આજે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલા રાજકોટની મુલાકાતે છે ત્યારે તેમની હાજરીમાં ભાજપના કોર્પોરેટર અને એબીવીપીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. 

 વોર્ડ નંબર 5ના કોર્પોરેટર દક્ષાબેન ભેસણીયા અને અતુલ કામાણી ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે કોંગ્રેસના નેતા અશોક ડાંગરે કહ્યું હતું કે સીએમના હોમ ટાઉનથી ભાજપને ફટકો પડવાની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે. જયારે હાર્દિક પટેલે જણાવ્યુંહતું કે, ક્યારેક એવું લાગે છે કે વિજયભાઈ રાજકોટના જ સીએમ છે પરંતુ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે કેમ પગલાં નથી લેવાતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.