Not Set/ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 13 વર્ષ બાદ ઘર આંગણે 333 રને પરાજય

પૂણેઃ ઓસ્ટ્રેલિયાએ ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં 333 રનથી પરાજય આપ્યો હતો. 441 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 107 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ ઓકીફેએ મેચમાં 12 વિકેટ ઝડપી હતી. ભારત 13 વર્ષ બાદ ઘરઆંગણે હારી છે. વિરાટ કોહલીએ 18 ટેસ્ટ મેચ બાદ હારનો કરવો પડ્યો  હતો. 441 રનના પડકારનો […]

Sports
ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 13 વર્ષ બાદ ઘર આંગણે 333 રને પરાજય

પૂણેઃ ઓસ્ટ્રેલિયાએ ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં 333 રનથી પરાજય આપ્યો હતો. 441 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 107 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ ઓકીફેએ મેચમાં 12 વિકેટ ઝડપી હતી. ભારત 13 વર્ષ બાદ ઘરઆંગણે હારી છે. વિરાટ કોહલીએ 18 ટેસ્ટ મેચ બાદ હારનો કરવો પડ્યો  હતો.

441 રનના પડકારનો પીછો કરતા મેદાને પડેલી ભારતીય ટીમના કોઇ પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા. કોઇ પણ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નથી. ભારતની બીજી ઇનિંગમાં ખરાબ શરૂઆત થઇ હતી. મુરલી વિજય ફક્ત બે રનના સ્કોર પર ઓ કીફેની ઓવરમાં એલબી આઉટ થયો હતો જ્યારે ઓકીફેએ કોહલીએ અંગત 13 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. રહાણે 18 , રાહુલ 10 રન, અશ્વિન 8 રન પર આઉટ થયો હતો.

ભારત સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા 285 રનમાં ઓલ આઉટ થઇ ગયુ છે. આ સાથે ભારતને જીતવા 441 રનનો જંગી પડકાર મળ્યો છે. આ અગાઉ ભારતીય પ્રથમ ઇનિંગમાં 105માં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેને કારણે ઓસ્ટ્રેલિયાને 155 રનની લીડ મળી હતી.