Not Set/ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું જુઓ કોણ છે મેચના હીરો

ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમે 18.4 ઓવરમાં 8 વિકેટે 118 રન કર્યા હતા. જોકે ત્યારબાદ વરસાદ શરૂ થતા મેચ અટકી અને ભારતને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 6 ઓવરમાં 48 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.  વિરાટ કોહલી 22 અને શિખર ધવન 42 રન કર્યા હતા. 48 રનના […]

Top Stories Sports
india v australia 1st t20 ranchi 45a1d25c ab87 11e7 92d8 206e76e802d4 ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું જુઓ કોણ છે મેચના હીરો

ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમે 18.4 ઓવરમાં 8 વિકેટે 118 રન કર્યા હતા. જોકે ત્યારબાદ વરસાદ શરૂ થતા મેચ અટકી અને ભારતને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 6 ઓવરમાં 48 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.  વિરાટ કોહલી 22 અને શિખર ધવન 42 રન કર્યા હતા. 48 રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે 1 વિકેટ ગુમાવી પાર કરી લીધો હતો. મેચમા જસપ્રિત બુમરાહ અને મેન ઓફ ધ મેચ બનેલા કુલદિપ યાદવ 2-2 વિકેટ ઝડપી હતી. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટી20 મેચોમાં 2013થી અત્યારસુધીમાં સતત 7 મેચોમાં જીત મેળવી છે. કુલદીપ યાદવે 4 ઓવરમાં 16 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી.  કુલદીપે આક્રમક રમતા ઓપનર એરોન ફિન્ચને 42 રને બોલ્ડ આઉટ કર્યો હતો ત્યારબાદ હેનરિક્સને પણ 8 રને બોલ્ડ કર્યો હતો.ભારતની જીતમાં કુલદીપ યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી. કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ,યજવેન્દ્ર ચહલ,ભુવનેશ્વર કુમાર અને વિરાટ કોહલી આ મેચના હીરો રહયા.