Not Set/ ભારત-ચીન બોર્ડ પર તણાવ વચ્ચે હરફજન સિંહે ચાઇનીઝ પ્રોડક્ટ બેન કરવાની કરી અપીલ

સોમવારે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણમાં લદ્દાખની ગલવાન ઘાટીમાં એલએસી સાથે સામ-સામેની લડાઇમાં ઓછામાં ઓછા 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે સંઘર્ષ થયો, જે ઓછામાં ઓછા 45 વર્ષમાં સરહદી ક્ષેત્રની પહેલી જીવલેણ ઘટના બની ગઇ છે. જો કે હવે આ ઘટના બાદ ખેલાડી હરફજન સિંહે પોતાની […]

Uncategorized
9915632c9efd4c8b9c53a5e674bae1f0 ભારત-ચીન બોર્ડ પર તણાવ વચ્ચે હરફજન સિંહે ચાઇનીઝ પ્રોડક્ટ બેન કરવાની કરી અપીલ

સોમવારે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણમાં લદ્દાખની ગલવાન ઘાટીમાં એલએસી સાથે સામ-સામેની લડાઇમાં ઓછામાં ઓછા 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે સંઘર્ષ થયો, જે ઓછામાં ઓછા 45 વર્ષમાં સરહદી ક્ષેત્રની પહેલી જીવલેણ ઘટના બની ગઇ છે. જો કે હવે આ ઘટના બાદ ખેલાડી હરફજન સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે.

બંને દેશો વચ્ચે સરહદ સંબંધિત ગતિવિધિએ ભારતીય તેમજ ચીની સૈનિકોને પણ ભારે જાનહાની થઈ છે. ભારતીય સેનાએ શરૂઆતમાં કહ્યું હતું કે તેના ત્રણ સૈનિકો માર્યા ગયા છે, પરંતુ તાજેતરની હકીકત એ છે કે ભારતીય 20 જવાનો શહીદ થયા છે જ્યારે ચીને પણ પોતાના મોટી સંખ્યામાં જવાનો ગુમાવ્યા છે. આ વચ્ચે હરફજન સિંહે ચાઇનીઝ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવાની વાત કરી છે. આપને જણાવી દઇએ કે, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે બુધવારે ચીનથી આયાત કરવામા આવતા 450 ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.

આપને જણાવી દઇએ કે, ટ્વિટર પર થોડા જ સમયમાં ભારત-ચીન બોર્ડર પર થયેલ અથડામણનાં સમાચાર જંગલની આગની જેમ ફેલાયા, ઘણા ભારતીયોએ ચીનની ભારતીય પ્રદેશમાં તાજેતરમાં ઘૂસણખોરી માટે આલોચના કરી. ફેસ-ઓફ મુજબ ઓછામાં ઓછા 20 ભારતીય જવાનો શહીદ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.