Not Set/ ભારે વિવાદ બાદ રાજકોટ મનપાએ જાહેર કરી કોરોનાનાં દર્દીઓની વિગતો…

રાજકોટમાં કોરોના કેસોનાં વિવાદ બાદ મનપા એકશનમાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, કોરોનાનાં દર્દીઓનાં નામ – સરનામાની વિગતો મનપા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. ગત મોડી રાત્રે મનપા દ્વારા યાદી બહાર પડાઇ હોવાની વિગતો સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ કેસનાં દર્દીઓનાં નામ અને સરનામાની યાદી જાહેરમાં મુકાઇ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં આંકડા સંદર્ભે અગાઉ અનેક […]

Gujarat Rajkot
d16886c29f2732c50f60c539ff9297ea 1 ભારે વિવાદ બાદ રાજકોટ મનપાએ જાહેર કરી કોરોનાનાં દર્દીઓની વિગતો...

રાજકોટમાં કોરોના કેસોનાં વિવાદ બાદ મનપા એકશનમાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, કોરોનાનાં દર્દીઓનાં નામ – સરનામાની વિગતો મનપા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. ગત મોડી રાત્રે મનપા દ્વારા યાદી બહાર પડાઇ હોવાની વિગતો સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ કેસનાં દર્દીઓનાં નામ અને સરનામાની યાદી જાહેરમાં મુકાઇ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં આંકડા સંદર્ભે અગાઉ અનેક વખત વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો.  

રાજકોટમાં જ્યારે કોરોનાનો કેર યથાવત જોવામાં આવી રહ્યો છે, ત્યારે મનપાએ રાત્રે કન્ટેન્મેન્ટ વિસ્તાર પણ જાહેર કર્યા છે. કોરોનાનાં દર્દીઓનાં નામ જાહેર ન કરવાના નિર્ણયનો વિરોધ પૂર્વે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો અને આંકડા બાબતે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. મનપા દ્વારા શહેરમાં 43 મકાનો કન્ટેન્મેન્ટ કરાયા હોવાની વિગતો વિદિત છે. 43 મકાનોમાં 178 લોકોને કોરોન્ટાઇન કરાયા છે. દર્દીની સારવાર કરતાં ડૉ. અને દર્દીના નામ – સરનામાની યાદી જાહેર કરી રાજકોટ મનપાએ આંકડામાં પારદર્શીતા લાવવાનો પ્રયાસ કર્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….