Not Set/ ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા, 5 દિવસ બાદ કેસ નોંધાતા તંત્રની મુશ્કેલી વધી

કોરોનાથી ડરવાની બીલકુલ જરુર નથી, પરંતુ કોરોનાથી સાવચેતી તો રાખવાની જ રાખવાની છે અને તે જરુરી પણ છે કારણે કે કોરોના પ્રસરવાનો એક પણ મોકો જતો કરતો નથી. જ્યાં હાસકારો અનુભવાયો ત્યા તરત જ  પોતાની હાજરી નોંધાવી દે છે આ કોરોના. ભાવનગરમાંથી પણ આવો જ દાખલો સામે આવ્યો છે.  જી હા, ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ સામે […]

Gujarat Others
eb0b60ef892cfd58542701a06a09837f ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા, 5 દિવસ બાદ કેસ નોંધાતા તંત્રની મુશ્કેલી વધી

કોરોનાથી ડરવાની બીલકુલ જરુર નથી, પરંતુ કોરોનાથી સાવચેતી તો રાખવાની જ રાખવાની છે અને તે જરુરી પણ છે કારણે કે કોરોના પ્રસરવાનો એક પણ મોકો જતો કરતો નથી. જ્યાં હાસકારો અનુભવાયો ત્યા તરત જ  પોતાની હાજરી નોંધાવી દે છે આ કોરોના. ભાવનગરમાંથી પણ આવો જ દાખલો સામે આવ્યો છે. 

જી હા, ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શહેરના સુભાષનગરમાં રહેતા દંપતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જો કે, દંપતીની ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે જે પણ તંત્ર માટે ચિંતાનો વિષય છે. અમદાવાદથી આવેલા દંપતીને કોરોના પોઝિટિવ આવતા અને સાથે સાથે શહેરમાં 5 દિવસ બાદ નવા કેસ નોંધાતા તંત્રની મુશ્કેલીઓ પણ વધી હોવાનું સામે આવી રહ્યું છે

આપને જણાવી દઇએ કે ગુજરાતમાં ચાર મહાનગરોને બાદ કરતા સૌથી વધુ કોરોનાની અશરો જોવામાં આવે છે તેવા શહેરમાં ભાવનગરનો પણ સમાવેશ થાય છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંક 115 પર પહોંચ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….