Not Set/ ભૂંકપનાં ઝટકા આવ્યા બાદ પણ ન્યુઝીલેન્ડ વડા પ્રધાને હસતા-હસતા આપ્યું ઇન્ટરવ્યું

  ન્યુઝીલેન્ડનાં વડા પ્રધાન જેસિંડા આર્ડર્ન સોમવારે સવારે એક ટેલિવિઝન ચેનલને લાઇવ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે એકાએક ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા પરંતુ તેમણે ઇન્ટરવ્યૂં ચાલુ રાખ્યુ હતુ. ઓર્ડર્ને ઇન્ટરવ્યૂ લઇ રહેલા રયાન બ્રિઝને વચ્ચે રોકીને જણાવ્યું કે રાજધાની વેલિગ્ટનમાં સાંસદ પરિસરમાં શું થઇ રહ્યુ છે. ન્યુઝીલેન્ડમાં સોમવારે સવારે ખૂબ જ તીવ્ર ભૂકંપનાં આંચકા અનુભવાયા […]

World
a1ff178f5ad9e898fc650fbb15f63ede ભૂંકપનાં ઝટકા આવ્યા બાદ પણ ન્યુઝીલેન્ડ વડા પ્રધાને હસતા-હસતા આપ્યું ઇન્ટરવ્યું
 

ન્યુઝીલેન્ડનાં વડા પ્રધાન જેસિંડા આર્ડર્ન સોમવારે સવારે એક ટેલિવિઝન ચેનલને લાઇવ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે એકાએક ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા પરંતુ તેમણે ઇન્ટરવ્યૂં ચાલુ રાખ્યુ હતુ. ઓર્ડર્ને ઇન્ટરવ્યૂ લઇ રહેલા રયાન બ્રિઝને વચ્ચે રોકીને જણાવ્યું કે રાજધાની વેલિગ્ટનમાં સાંસદ પરિસરમાં શું થઇ રહ્યુ છે.

ન્યુઝીલેન્ડમાં સોમવારે સવારે ખૂબ જ તીવ્ર ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 નોંધાઇ હતી. ભૂકંપની અસર ઘણી જગ્યાએ જોવા મળી હતી. ન્યુઝીલેન્ડનાં વડા પ્રધાન જસિંડા આર્ડર્નને પણ આ કંપન અનુભવાયા હતા. જણાવી દઇએ કે, વડા પ્રધાન આર્ડર્ન એક ટીવી ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા, જે દરમિયાન આંચકા અનુભવાયા હતા, પરંતુ કોઈ રીતે વડા પ્રધાન પોતાને કાબૂમાં રાખવામાં સફળ થયા અને બિલકુલ વિચલિત ન થયા, લોકો હવે તેમની પ્રશંસા કરી રહ્યા છે. વડા પ્રધાન સવારે વેલિંગ્ટનમાં એક ટીવી ચેનલનાં કાર્યક્રમમાં સંસદમાં વાત કરી રહ્યા હતા, તે દરમિયાન આંચકા અનુભવાયા હતા.

જ્યારે આ ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો, ત્યારે ટીવી સ્ક્રીન હલવા લાગી. જે બાદ ઇન્ટરવ્યૂ લેનારાએ કહ્યું કે, અમે ભૂકંપનાં આંચકા અનુભવી રહ્યા છીએ. પરંતુ ઇન્ટરવ્યૂ દરમિયાન વડા પ્રધાનનાં ચહેરા પરની સ્મિત અકબંધ રહી અને તે બિલકુલ ડર્યા નહીં. તેમણે કહ્યું કે આ સારો ભૂકંપનો આંચકો હતો. આ સમય દરમિયાન વીડિયોમાં જોઈ શકાય છે કે વડા પ્રધાનની પાછળ કોવિડનું બેનર ખસી રહ્યું છે. તેમ છતાં વડા પ્રધાન હસતાં હસતાં પોતાનો ઇન્ટરવ્યૂ ચાલુ રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.